આરોગ્ય વિભાગ દોડતું:જિલ્લામાં 1 જ દિવસમાં ટીબીના 53 કેસ નોંધાયા

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સૌથી વધુ બારડોલી તાલુકામાં 27 કેસ, ઓલપાડ તાલુકામાં એકપણ કેસ નહીં

સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા એક્ટિવ ટીબી કેસ ફાઉન્ડિંગ અભિયાન અંતર્ગત એક જ દિવસમાં સુરત જિલ્લામાંથી ટીબીના 53 જેટલા એક્ટિવ કેસ મળી આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે.દેશમાં ધીમી ગતિએ ટીબીના કેસ વધી રહ્યા છે . જેને ધ્યાને લઈને રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા ટીબીના એક્ટિવ કેસ ફાઉન્ડિંગ ઝુંબેશ શરૂ કરવા માટેની સૂચના આપવામાં આવી હતી .જે અંતર્ગત સુરત ક્ષય વિભાગ દ્વારા સુરત જિલ્લાના ગામોમાં જયને ચેકીંગ શરૂ કરવામાં આવ્યું હતું. શંકાસ્પદ જણાતા દર્દીઓના ગળફાના સેમ્પલ લઈને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા.

જેમાં એક જ દિવસમાં સુરત જિલ્લામાંથી 53 જેટલા ટીબીના એક્ટિવ કેસ મળી આવ્યા હતા. જે પૈકી સુરત જિલ્લામાં સૌથી વધુ બારડોલી તાલુકામાં 27 કેસ જ્યારે ઓલપાડ તાલુકામાં એક પણ કેસ મળ્યો ન હતો. માંગરોળ તાલુકામાં 3, માંડવી તાલુકામાં 5, મહુવા તાલુકામાં 13, ઉમરપાડા તાલુકામાં 1, ચોર્યાસી તાલુકામાં 6, કામરેજ તાલુકામાં 7, અને પલસાણા તાલુકામાં 1 કેસ નોંધાયો છે. એક જ દિવસમાં જિલ્લામાં ટીબીના 53 જેટલા એક્ટિવ કેસ મળી આવતા આરોગ્ય વિભાગ અને ક્ષય વિભાગની ટીમે જિલ્લાના અંતરીયાળ વિસ્તારોમાં ઘરે ઘરે ચેકીંગ શરૂ કર્યું છે.