વૃદ્ધો અને દિવ્યાંગોનું યોજાયું મતદાન:સુરત જિલ્લામાં 80 વર્ષથી વધુ વયના 516 અને 36 દિવ્યાંગે બેલેટ પેપરથી મત આપ્યો

સુરત10 દિવસ પહેલા
  • કૉપી લિંક
વયોવૃદ્ધ અને દિવ્યાંગોનું પોતાના નિવાસ્થાને જ યોજાયું મતદાન - Divya Bhaskar
વયોવૃદ્ધ અને દિવ્યાંગોનું પોતાના નિવાસ્થાને જ યોજાયું મતદાન

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને પગલે આજે 80 વર્ષથી વધુના વૃદ્ધો અને દિવ્યાંગો માટેની મતદાન પ્રક્રિયા યોજાઇ હતી. આ વખતે વૃદ્ધો અને દિવ્યાંગો મતદાન તેમના નિવાસ્થાને જ કરી શકે તે પ્રકારનું આયોજન ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારે સુરત જિલ્લાની 16 વિધાનસભા માટે ચૂંટણી તંત્ર દ્વારા 80 વર્ષથી વધુ વયના નાગરિકો તથા દિવ્યાંગોની ફોર્મ 12-ડી હેઠળ માન્ય રાખેલી યાદી મુજબ તેમના માટે પોસ્ટલ બેલેટથી મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

વૃદ્ધો અને દિવ્યંગો માટે યોજાયું મતદાન
સુરત સહિત સમગ્ર જિલ્લામાં 80 વર્ષથી વધુ 516 વયોવૃદ્ધ મતદાતાઓએ તેમના નિવાસસ્થાને જ ટપાલથી મતદાન કર્યું હતું. જ્યારે 36 જેટલા દિવ્યાંગ મતદારોએ પણ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું. ચૂંટણી કામગીરીમાં જોડાયેલા અધિકારીઓ, કર્મચારીઓ, પોલીસ કર્મીઓ દ્વારા સમગ્ર કામગીરી સફળતાપૂર્વક કરવામાં આવી હતી.

વધુમાં વધુ મતદાન થાય માટે પ્રશાસન દ્વારા ઘરે જ મતદાન કરાયું
ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે હેતુથી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આ વખતે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 80 વર્ષની વયથી વધુ અને દિવ્યાંગો માટે પોતાના નિવાસ્થાન પર જ મતદાન કરી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે 80 વર્ષથી વધુ વય ધરાવતા મતદાર નાગરિકો માટે ચૂંટણીમાં ઘર આંગણે જ ટપાલ મતપત્રથી મતદાન કરવાની વિશેષ સુવિધા ઉભી કરવામાં આવી હતી. આ વિશેષ સુવિધા અંતર્ગત આવા તમામ મતદારોનું આજે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં વયોવૃદ્ધ મતદારો અને દિવ્યાંગોના ઘરે ચૂંટણી તંત્રની ટીમ પહોંચી હતી. ત્યારે વયોવૃદ્ધ મતદાતાઓના ઘરે પહોંચેલી ટીમ દ્વારા જે-તે મતદારને મતદાનની સંપૂર્ણ પ્રક્રિયા અંગે સમજાવવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમની પાસે મતદાન કરાવી લોકશાહીના પર્વમાં ઉત્સાહભેર ભાગ લેવડાવ્યો હતો.

સંપૂર્ણ રીતે મતદાનની ગુપ્તતા રહે તે પ્રકારે કરાય આયોજન
ઘરે ઘરે જઈને ચૂંટણી તંત્ર દ્વારા વયોવૃદ્ધ અને દિવ્યાંગો પાસે મતદાન કરાવડાવ્યું હતું. આ મતદાન પ્રક્રિયામાં ચૂંટણી તંત્ર દ્વારા મતદાનની સંપૂર્ણ ગુપ્તતાનું ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું. તંત્ર દ્વારા આવા મતદારોના ઘરે જઈને ખાસ વ્યવસ્થા ઊભી કરી હતી. એક એક મતદારના ઘરે જઈને વિશેષ બોક્સ બનાવ્યું હતું અને તેની પાછળ મતદારો મતદાન ગુપ્ત રહે તે રીતે મતદાન કરાવડાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...