તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોંકાવનારો ઘટસ્ફોટ:સુરત, વડોદરા, અંકલેશ્વર અને ઝાલોદમાં 502 નકલી રેમડેસિવિર વેચાયા, 161 દર્દીને ઈન્જેક્શન મૂકાયા હતા

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સુરત ક્રાઈમ બ્રાંચે પકડેલા અડાજણના જયદેવસિંહ ઝાલાની તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ
  • આરોપી દર્દીના સગાને કહેતો, ‘સેવા કરવા કંપનીમાંથી સેટિંગ કરીને ઈન્જેક્શન લાવું છું’

પિંજરત ગામે તેલંગાનાની કંપનીનો માર્કો લગાવીને વેચતા નકલી રેમડેસિવિરના રાજ્યવ્યાપી રેકેટનો ગત 1 મેના રોજ પોલીસે પર્દાફાશ કર્યા બાદ પકડાયેલા અડાજણના આધેડ જયદેવસિંહ જાલાએ ચોંકાવનારી કબૂલાત કરી છે. કબૂલાત કરી હતી કે ‘સેવા કરવા કંપનીમાંથી સેટિંગ કરીને ઈન્જેક્શન લાવું છું’ કહી સેવાના નામે અમદાવાદ, વડોદરા, અંકલેશ્વર અને ઝાલોદમાં 515 નકલી ઇન્જેક્શનો વેચાણ કર્યાની વાત તપાસમાં બહાર આવી છે. જેમાં 49 સુરતમાં વેચ્યા હતા, પોલીસે 16 રિકવર કર્યા છે.આ રેકેટમાં એકપણ પેશન્ટને નકલી ઇન્જેક્શનની કોઈ આડઅસર થઈ ન હોવાનું પોલીસનું કહેવું છે.

કુલ 161 પેશન્ટોને 282 નકલી ઇન્જેક્શનો આપી દેવાયા હતા. જ્યારે 113 ઈન્જેક્શનો નકલી હોવાથી તોડી નાખ્યા હતા. તે પણ પોલીસે કબજે કર્યા છે. 112 નકલી ઇન્જેક્શનો પેશન્ટે ઉપયોગ કર્યો ન હોવાથી ડીસીબીએ કબજે કરી લીધા છે. આરોપી જયદેવસિંહ ઝાલા તેના મિત્ર મારફતે નકલી ઇન્જેક્શનો વેચાણ કરતો હતો.

પોલીસે જણાવ્યું કે, આરોપી કૌશલ વ્હોરા ઝાલાને નકલી ઇન્જેક્શનો રૂ.3500 આપતો અને ઝાલા તે ઇન્જેક્શનો પેશન્ટને 4500માં વેચાણ કરતો હતો. જયદેવસિંહ ઝાલા(50)(રહે.અડાજણ)એ નકલી ઇન્જેક્શનો વેચાણ કરી લાખોની કમાણી કરી છે. હજુ સૂત્રધાર કૌશલ વ્હોરા મોરબી પોલીસની કસ્ટડીમાં છે. કૌશલ આવ્યા પછી સુરતમાં કયા સાગરિતોના માધ્યમથી વેચ્યા તેની વિગતો બહાર આવશે.

નકલી ઇન્જેક્શનો કયા-કયા વેચાણ કર્યા

સ્થળકેટલા ઈન્જેક્શનોકેટલા રિકવરી
સુરત4916
વડોદરા1515
અંકલેશ્વર12322
ઝાલોદ17969
કુલ502112

​​​​​​બનાવટી રેમડેસિવિર ઇન્જેક્શનો સૌથી વધારે 179 ઝાલોદમાં અને સુરતમાં 49 ઇન્જેક્શન વેચાણ કર્યા

​​​​​​​નકલી રેમડેસિવિર સૌથી વધારે દાહોદના ઝાલોદમાં 179 નંગ વેચાણ કર્યાની વાત સામે આવી છે. ઉપરાંત વડોદરામાં 151 તેમજ અંકલેશ્વરમાં 123 વેચાણ કર્યા હતા. આરોપી જયદેવસિંહ ઝાલા પોતે મિત્ર મારફતે વેચાણ કરતો હતો. બાકી ઓળખાણ વગર તે ઇન્જેક્શન આપતો ન હતો. જ્યારે સુરતમાં 49 ઇન્જેક્શનો વેચાણ કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...