તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોઘવારીમાં માનવતા:સુરતના ઉધનામાં બેકમાં શ્રમજીવી મહિલાના પડી ગયેલા 50 હજાર રૂપિયા CCTVની મદદથી બે કલાકમાં પરત કરાવાયા

સુરતએક મહિનો પહેલા
પોલીસે ટીમ બનાવી CCTVના આધારે મહિલા સુધી રૂપિયા પહોંચાડ્યાં હતાં.
  • ઉધના પોલીસ અને બેંકની સૂઝબૂઝથી શ્રમિક મહિલાને રૂપિયા પરત મળ્યાં

ઉધના પોલીસે એક શ્રમજીવી મહિલાના બેંકમાં પડી ગયેલા રૂપિયા 50 હજાર CCTVની મદદથી બે કલાકમાં શોધીને પરત કરાયાં હતાં. રેલવેના આઈ.ઓ.ડબ્લ્યુ ખાતામાં કામ કરતી શ્રમિક મહિલાએ બેકમાંથી રૂપિયા ઉપાડી બેંક બહાર બાંકડા પર બેસી રૂપિયા ગણ્યા બાદ થેલીમાં મૂકતી વખતે રોડ ઉપર પડી ગયા હતાં. રૂપિયાનું બંડલ ઘરે ગયા બાદ ખબર પડતાં દોડા દોડ કરી મૂકી હતી. એટલું જ નહીં પણ બેંકમાં આવેલી મહિલાને કોઈ હકારાત્મક સહયોગ ન મળતા આંખમાં આંસુ લઈને પોલીસ સ્ટેશને ગઈ હતી. જ્યાં લાચાર મહિલાની ઉધના પોલીસ સ્ટેશનના પીઆઇ મદદ માટે આગળ આવ્યા હતાં. પીઆઇના આદેશ બાદ કોન્સ્ટેબલે સૂઝબૂઝથી તાત્કાલિક પ્રથમ બેંકના CCTV ચેક કરતા રૂપિયા ઉપાડતો ઈસમની ઓળખ થઈ જતા બે કલાકમાં જ મહિલાને તેના ખોવાયેલા રૂપિયા પરત મળી ગયા હતા.

બેંકના બાંકડા પર જ રૂપિયા ગણ્યા બાદ મહિલા રૂપિયા થેલીમાં નાખવાની જગ્યાએ ભૂલીને જતી રહી હતી.
બેંકના બાંકડા પર જ રૂપિયા ગણ્યા બાદ મહિલા રૂપિયા થેલીમાં નાખવાની જગ્યાએ ભૂલીને જતી રહી હતી.

ટીમને કામે લગાવી
ઉધના પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ જયેશ કદમે જણાવ્યું હતું કે, પીઆઇ વી.બી દેસાઈએ રડતા રડતા આવેલી મહિલા અલનગીવી કનકઆદિ દ્રવિડ (રહે. લિબયાત) ની વાત સાંભળી આખી ટીમને કામે લગાડી દીધી હતી. પી.એસ.આઈ, પી.વી સોલંકી અને હું બેકમાં દોડી ગયા હતા. બેંકના CCTV ચેક કરતા એક વ્યક્તિ રૂપિયા ઉપાડતો ઓળખાય ગયો હતો. ગણતરીના કલાકોમાં તેને શોધીને પોલીસ સ્ટેશન બોલાવ્યો હતો.

પોલીસ અને બેંકના સ્ટાફે મળીને મહિલાને રૂપિયા પરત કરાવ્યાં હતાં.
પોલીસ અને બેંકના સ્ટાફે મળીને મહિલાને રૂપિયા પરત કરાવ્યાં હતાં.

મહિલાને રૂપિયા પરત કરાયા
રૂપિયા જેને મળ્યા તે યુવકે કહ્યું કે, રસ્તા ઉપર પડેલા રૂપિયા 50 હજાર કોઈ બીજાના હાથે ન ચાલી જાય એ હેતુથી એ રૂપિયા લઈ ત્યાં થોડીવાર બેસી રહ્યો હતો. જોકે કોઈ ન આવતા એ ઘરે ગયો હતો. પોલીસનો ફોન જતા જ પ્રથમ સવાલમાં જ જી.. સાહેબ રૂપિયા મારી પાસે છે. ક્યાં આપી જાવ એમ કહી પોલીસ સ્ટેશન દોડી આવ્યો હતો. એટલું જ નહીં પણ પીડિત મહિલાને રૂપિયા આપી ખૂબ જ ખુશ થયો હતો.

મહિલા પછી એ સીટ પર બેઠેલા યુવકના હાથમાં રૂપિયા આવ્યાં હતાં.
મહિલા પછી એ સીટ પર બેઠેલા યુવકના હાથમાં રૂપિયા આવ્યાં હતાં.

રૂપિયા જતા આકુળવ્યાકુળ થયેલી
મહિલાએ એસ.બી આઈ બેંક રોડ 10માંથી આજે જરૂરી કામ અર્થે 50 હજાર ઉપાડ્યા હતાં. ઘરે જઈ થેલીમાં રૂપિયા ન દેખાતા હોશ ગુમાવી બેઠી હતી. જોકે સમયસર બેંકમાં અને પોલીસ સ્ટેશન આવતા એને એની કમાણીના રૂપિયા પરત મળ્યા હતા. આ ઘટના આજે બપોરની હતી. મહિલાએ પીઆઇ સહિત આખા સ્ટાફનો હૃદયથી આભાર વ્યક્ત કર્યો હતો. રૂપિયા પરત કરનાર ભાઈને હાથ જોડી ને કહ્યું હતું કે,આટલી મોંઘવારીમાં પણ માનવતા છે. એ જોઈ આનંદની વાત છે. હું આજના આ દિવસને ક્યારેય નહીં ભૂલી શકીશ, ભલે આ રકમ નાની છે, પણ મારી ગરીબી સામે આ રકમ એક ક્ષણ માટે આપઘાતના વિચાર સુધી લઈ ગઈ હતી.