તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાવાઈરસ:દુબઇમાં 5 હજાર સુરતીઓ ફસાયા, ઇન્ડિયન એમ્બેસેડરનો ફોન પણ બંધ

સુરત10 મહિનો પહેલા
 • કૉપી લિંક
દુબઇની ફાઇલ તસવીર. - Divya Bhaskar
દુબઇની ફાઇલ તસવીર.

કોવિડ-19ની મરકીના લીધે કરાયેલા લોકડાઉનમાં દુબઇમાં 5 હજાર સુરતીઓ સાથે કુલ 25 હજાર ગુજરાતી ફસાયા છે. દુબઇમાં ઇન્ડિયન એમ્બેસેડરનો ફોન પણ બંધ બતાવી રહ્યો છે.જેના લીધે તેઓ ગુજરાત પરત ફરવા પોતાનું નામ નોંધાવી શકતા નથી.
દક્ષિણ ભારત માટે દરરોજની પાંચ જેટલી ફ્લાઇટો જઈ રહી છે
દુબઇના ગુજરાતી સમાજના પ્રમુખ ભરત નારોલે જણાવ્યું કે કે દુબઇમાં ઇન્ડિયન એમ્બેસડરનો નંબર જાહેર કરાયા છે. પણ તે બંધ હોવાથી ગુજરાતીઓ પોતાનું નામ નોંધાવી શકતા નથી. દુબઇમાં ભારતના અન્ય રાજ્યના લોકો પણ રહે છે. જો કે, તેઓ રાજકીય ઓળખાણથી ફ્લાઇટમાં ભારત આવી ગયા છે. અમે ગુજરાતમાં ઘણા મંત્રી, સાંસદોને રજૂઆત કરી પણ કોઈએ ઉત્તર આપ્યો નહીં. અહીંથી કેરળ  સહિતના દક્ષિણ ભારત માટે દરરોજની પાંચ જેટલી ફ્લાઇટો જઈ રહી છે. પણ ગુજરાતી હજી સુધીમાં એક જ ગઈ છે. જેમાં પણ 200 જેટલા પેસેન્જરો ગયા છે. હાલ દુબઈમાં ગુજરાતીઓની નોકરી પણ છૂટી ગઈ છે.
ચીન સહિત વિદેશોમાં ફસાયેલા 5 હજાર સુરતી પરત ફર્યા 
લોકડાઉનના કારણે ચીન અને યુકેના લંડન સહિત અન્ય જગ્યાએ વિદેશમાં ફસાયેલા 5 હજારથી વધુ લોકો સુરત પરત ફર્યા છે. કેન્દ્ર સરકાર અને જિલ્લા કલેકટરની સક્રિયતાને કારણે વિદેશમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ, ઉદ્યોગકારો તેમજ પ્રવાસીઓને વતન આવવા મળેલી સ્પેશિયલ પરવાનગીના કારણે તેઓ વતન પરત ફરી શકયા છે. પરત  ફરતાં હવે તેમણે ફરજિયાત 14 દિવસ કોરેન્ટાઈનનું પાલન કરવાનું રહેશે. સુરતના વિદ્યાર્થીઓ, ઉદ્યોગકારો અને વિદેશ પ્રવાસે ગયેલાઓને લાવવા માટે કેન્દ્ર સરકાર સાથે જિલ્લા કલેકટરે સંકલન સાધ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો