સ્કૂલની મનમાની:સુરતમાં RMG મહેશ્વરી સ્કૂલમાં 50થી વધુ વિદ્યાર્થીઓને ફીને લઈને પરિક્ષામાં ન બેસવા દેવાતા હોબાળો, વાલીઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા

સુરત3 મહિનો પહેલા
વિદ્યાર્થીઓને સ્કૂલ બહાર કાઢી મૂકવામાં આવ્યા.
  • પરિક્ષામાં ન બેસવા દઈ સ્કૂલ બહાર કાઢી મૂકવામાં આવતા વિદ્યાર્થી 3 કલાક સ્કૂલ બહાર જ ઉભા રહ્યા

સુરતમાં વધુ એક સ્કૂલની મનમાની સામે આવી છે. પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી એરએમજી મહેશ્વરી સ્કૂલ દ્વાર ફીને લઈને 50થી વધુ વિદ્યાર્થીઓને પરિક્ષામાં ન બેસવા દેવાતા હોબાળો મચી ગયો છે. વિદ્યાર્થીઓને પરિક્ષામાં ન બેસવા દેવાતા વાલીઓ સ્કૂલ ખાતે પહોંચ્યા હતા. ત્યારબાદ વાલીઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા છે.

સ્કૂલની ફી ઓછી કરો અને ફીને લઈને બાળકોને હેરાન કરવાનું બંધ કરોઃ વાલી
બસંતિ પુરોહિત (વાલી)એ જણાવ્યું હતું કે, ફી ન ભરી હોવાના કારણે વિદ્યાર્થીઓને પરક્ષીના દિવસે સ્કૂલમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા છે. આજે સવારે 8 વાગ્યે હતી તે પહેલાં જ વિદ્યાર્થીઓને બહાર કાઢી મૂક્યા છે. ફી અંગે વાલીઓને જણાવ્યું નથી. જો પહેલા જાણ કરી હોતે તે ફી ભરી જતે. ગયા વર્ષની ફી 40 હજાર ભરી દીધી છે. છેલ્લા ત્રણ મહિનાની જ ફી બાકી છે. 3 કલાકથી બાળકો ભૂખ્યા-તરસ્યા સ્કૂલ બહાર ઉભા છે. હાલ તો વાલીઓ પોલીસ સ્ટેશન ગયા છે. અમારી માગ છે કે, સ્કૂલની ફી ઓછી કરો અને ફીને લઈને બાળકોને હેરાન કરવાનું બંધ કરો.

ત્રણ કલાક સુધી વિદ્યાર્થીઓ સ્કૂલ બહાર ઉભા રહ્યા.
ત્રણ કલાક સુધી વિદ્યાર્થીઓ સ્કૂલ બહાર ઉભા રહ્યા.

ફીને લઈને ટોર્ચર કરે છે, પહેલા યુનિફોર્મ માટે ટોર્ચર કર્યા હતાઃ વિદ્યાર્થિની
ક્રિષ્ના રાજપુરોહિત (વિદ્યાર્થિની)એ જણાવ્યું હતું કે, ફીને લઈને ટોર્ચર કરે છે. પહેલા યુનિફોર્મ માટે ટોર્ચર કર્યા હતા. ત્રણ મહિનાની ફી બાકી છે. ફી ન ભરી હોવાના કારણે હોલ ટિકિટ આપી નથી. જેથી પરિક્ષામાં બેસવા પણ ન દીધા હતા. સ્કૂલ બહાર નીચે જઈને ઉભા રહો તેવું કહ્યું હતું. પહેલા બે કલાકનો ટાઈમ આપ્યો હતો હવે તો કહે છે કે તમારી પાસે 15 મિનિટમનો ટાઈમ છે. મીડિયામાં જાણ થઈ જતા હવે કહે છે કે પરિક્ષા આપી દો. હવે તો માત્ર 15 મિનિટ જ પરિક્ષા પૂર્ણ થવાને બાકી છે. અમારી માગ છે કે, ફી ભરવા માટે ટાઈમ આપો અથવા ફી ઓછી કરો.

વાલીઓએ સ્કૂલ ખાતે પહોંચી વિરોધ નોંધાવ્યો.
વાલીઓએ સ્કૂલ ખાતે પહોંચી વિરોધ નોંધાવ્યો.