તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના કાળ:શહેરમાં કારીગરોની 50 % અછત, માલિકોએ દુકાનો પર બેનર્સ માર્યા

સુરત10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિવિધ ઈન્ડસ્ટ્રીમાં કારીગરો અછતથી મોટુ નુકસાન

ચેમ્બર સહિતની વિવિધ ઔદ્યોગિક સંસ્થાઓ દ્વારા સરકારને કારીગરો તેમના વતનથી પરત આવે તે માટે ટ્રેનો દોડાવવા રજૂઆત કરી હતી. જેને પગલે તા.15થી 18 સપ્ટેમ્બર દરમિયાન ઓરિસ્સાથી 3 ટ્રેનો દોડાવવામાં આવી છે. જેમાં અંદાજે 9 હજાર જેટલા કારીગરો વતનથી આવી ચૂક્યા છે. તેમજ છુટાછવાયા કારીગરો રોજ આવી રહ્યા છે. જોકે, હજુ પણ 50 ટકાથી વધુ કારીગરોની અછત છે, જેના પગલે શહેરની વિવિધ ઈન્ડસ્ટ્રીઝમાં કારીગરો જોઈએ છે, કારીગરોની અછત છે તેવા બેનર્સ લગાડી દેવામાં આવ્યા છે.

શહેરની ડાયમંડ ઈન્ડસ્ટ્રીઝની વાત કરીયે તો હજુ મોટા પ્રમાણમાં પાલિકાની એસઓપી સાથે પ્રોડક્શન કામ શરૂ થઈ ચૂક્યું છે. વીવીંગમાં 50 ટકાથી વધુ કારીગરોની અછત છે.જેથી દિવાળીના 2 માસ પૂર્વે માંડ 1 પાળીમાં ચાલુ થયા છે. કીમ-પીપોદરા વીવર્સ સોસાયટીના પ્રમુખ રસિક કોટડીયા જણાવે છે કે, હજુ કારીગરો આવ્યા છે પરંતુ જે ઓરિસ્સાવાસી કારીગરો વીવીંગ પર નભે છે. તેઓ મર્યાદિત પ્રમાણમાં જ આવ્યા છે. જ્યારે સચિન નોટીફાઈડના ચેરમેન મહેન્દ્ર રામોલિયા જણાવે છે કે, કારીગરોની 50 ટકા કરતાં વધુ અછત છે, હજુ પણ એકમો કાર્યરત થઈ શક્યાં નથી. જ્યારે વેડરોડ વીવર્સ સોસાયટીના પ્રમુખ દેવેશ પટેલ જણાવે છે કે, આપણે ત્યાં વિસ્તાર પ્રમાણે કારીગરો જોવા મળે છે. જેમાં ટેક્સટાઈલમાં મોટાભાગે ઓરિસ્સાના સૌથી વધુ ત્યારબાદ યુપી-બિહાર અને મર્યાદિત પ્રમાણે મહારાષ્ટ્રીયન કારીગરો પણ નભે છે. હાલ કારીગરોના અભાવે એક પાળીમાં એકમો ચાલે છે. ટીએફઓ મશીન ચલાવનારા 85 ટકા કારીગરોની અછત છે.

અન્ય સમાચારો પણ છે...