તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગ:‘ઇતર ફીમાં અને ટ્યુશન ફીમાં 50 ટકા માફી આપો’

સુરત12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્ટુડન્ટ & પેરેન્ટ્સ વેલફેર એસો.ની માંગ
  • શિક્ષણાધિકારી અને કલેક્ટરને આવેદન

કોરોનાની મહામારીના કારણે ઓનલાઇન એજ્યુકેશન આપવામાં આવ્યું હોવાથી શાળાએ ઇતર ફી માફ કરવા તથા ટ્યુશન ફીમાં 50 ટકા રાહત આપવાની માંગણી સાથે ઓલ સ્ટુડન્ટ એન્ડ પેરેન્ટ્સ વેલફેર એસોસિએશને જિલ્લા શિક્ષણાધિકારી અને કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે.

ઓલ સ્ટુડન્ટ એન્ડ પેરેન્ટ્સ વેલફેર એસોસિએશન દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યું છેકે, ‘કોરોનાની આફતના કારણે વાલીઓની હાલત કફોડી થઇ છે. વાલીઓએ ફી માફી અંગે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. હાઇકોર્ટે પણ સરકારને આ અંગે માર્ગદર્શન આપવામાં આવે તેવી સુચના આપી છે. સરકારે ઠરાવ કરીને શાળાઓ ઇતર ફી નહીં લઇ શકે અને ટ્યુશન ફી 75 ટકા લઇ શકે તેવી સુચના આપી છે.

હાલમાં પણ ઓનલાઇન અભ્યાસ ચાલી રહ્યો છે. ત્યારે 2021-22માં સ્કૂલ ઇતર ફી સંપુર્ણ માફ કરે અને ટ્યુશન ફીમાં 50 ટકા રાહત આપવા માટેની માંગણી કરવામાં આવી છે.’ એસોસિએશનનું કહેવું છે કે કોરોનાને કારણે સ્કૂલો દ્વારા ઓનલાઇન જ એજ્યુકેશન આપવામાં આવ્યુ હતું, બીજી તરફ કોરોનાને કારણે વાલીઓને ફીમાં આર્થિક રાહત મળે તે જરૂરી બન્યુ હોવાથી માંગ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...