કાર્યવાહી:જનતા નગરથી લંકા વિજય હનુમાનજી ઓવારા સુધીના ગેરકાયદે ઊભા કરેલા 50 ઝૂપડાં હટાવાયા

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સર્જન સોસાયટીમાં આવેલા પાલિકાના રિઝર્વ પ્લોટ પર મંદિર બનાવી ધાર્મિક પ્રવૃત્તિ કરવામાં આવી રહી હતી. પાલિકાને ધ્યાનમાં આવતા રીઝર્વ પ્લોટનો માર્ગ બંધ કરી દેવાયો હતો. - Divya Bhaskar
સર્જન સોસાયટીમાં આવેલા પાલિકાના રિઝર્વ પ્લોટ પર મંદિર બનાવી ધાર્મિક પ્રવૃત્તિ કરવામાં આવી રહી હતી. પાલિકાને ધ્યાનમાં આવતા રીઝર્વ પ્લોટનો માર્ગ બંધ કરી દેવાયો હતો.
  • કતારગામમાં 2 સ્થળેથી દબાણો દૂર કરાયા, ઝૂપડા હટાવી 5500 ચો.મીનો માર્ગ ખુલ્લો કરાયો
  • સર્જન સોસા​​​​​​​.માં પાલિકાના રિઝર્વ પ્લોટમાં મંદિર બનાવતા પ્લોટનો માર્ગ બંધ કરાયો

કતારગામમાં બે સ્થળ પર ગેરકાયદે કરાયેલા દબાણ પર પાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ હતી. સર્જન સોસાયટીમાં આવેલા પાલિકાના રિઝર્વ પ્લોટ પર મંદિર બનાવી દેતા પ્લોટનો માર્ગ બંધ કરાયો હતો. જ્યારે જનતા નંગરથી લંકા વિજય હનુમાનજી ઓવારા સુધીના ગેરકાયદે 50 જેટલા ઝૂપડાઓ દૂર કરાયા હતા.

કતારગામમાં સર્જન સોસાયટીમાં આવેલા ટી.પી.સ્કીમ નં-49માં પાલિકાને ફાળવેલા રીઝર્વ પ્લોટ નં-આર-33 SEWSમાં બિનઅધિકૃત દબાણ કરી મંદિર બનાવી ધાર્મિક પ્રવૃતિ કરાઈ રહી હતી. જે પાલિકાને ધ્યાનમાં આવતા દબાણ દૂર કરવા અંગેની કામગીરી હાથ ધરાઈ હતી. જો કે, અગાઉના દિવસોમાં સ્થળ તપાસ કરી દબાણ દૂર કરવા અંગેની નોટિસ પણ પાઠવી હતી ત્યારબાદ બિનઅધિકૃત પ્રવેશ તથા વપરાશ કરતા અટકાવવા માટે રિર્ઝવ પ્લોટમાં જવા માટેના પ્રવેશ માર્ગને સીલ કરાયો હતો.

આ ઉપરાંત કતારગામ ઝોન ઓફિસની પાછ‌ળ જનતા નગરથી લંકા વિજય હનુમાનજી ઓવારા સુધી આવેલા પાળા પરના 30 મીટરના રસ્તા પરના આશરે 50 જેટલા ઝૂંપડાઓ દૂર કરી આશરે 5500 ચો.મી એરીયાનો રસ્તો ખુલ્લો કરાયો હતો. આ દબાણ દૂર કરવા એસ.આર.પીના 10 જવાન તથા 15 સિક્યુરીટી સ્ટાફની મદદ લેવામાં આવી હતી. વધુમાં આ દબાણ દૂર કરાતા જનતા નગરથી લંકા વિજય હનુમાનજી ઓવારા તરફની ટ્રાફિકની સમસ્યા દૂર થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...