હુકમ:સૈયદપુરામાં 11 વર્ષની તરૂણીને ચુંબન કરનારાને 5 વર્ષની સજા

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પ્લમ્બર નળ રિપેર થઈ ગયો હોવાથી ચેક કરવાના બહાને બોલાવી અડપલાં કર્યા

સૈયદપુરામાં 11 વર્ષની તરૂણી સાથે શારિરીક અડપલાં કરનારા પ્લમ્બરને કોર્ટે તકસીરવાર ઠેરવી આજે પાંચ વર્ષની સજાનો હુકમ કર્યો હતો. આરોપી નળ રિપેર કરવા ઘરમાં બોલાવાયો હતો પરંતુ તરૂણીને એકલી જોઇને તેણે ચુંબન કરી લીધુ હતંુ. કોર્ટમાં સરકાર તરફે એપીપી અરવિંદ વસોયાની દલીલો બાદ આરોપીને સજા કરવાનો હુકમ કર્યો હતો. કેસની વિગત મુજબ, પાલિકામાં નોકરી કરનારા પરિવારની 11 વર્ષની દીકરી 11મી ઓકટોબર, 2019ના રોજ શારિરીક અડપલાનો ભોગ બની હતી.

સૈયદપુરાના ઘરમાં કલરકામ કરવાનું હોય એક કારીગર ઘરે આવ્યો હતો આ દરમિયાન બાથરૂમનો નળ ટપકતો હોય ઘરના સભ્યોએ કોઈ પ્લમ્બર હોય તો મોકલવા કહ્યું હતુ. જેથી કોન્ક્ટ્રકટરે આરોપી શબ્બીર પઠાણનો નંબર આપ્યો હતો. આરોપી 13મી ઓકટોબરના રોજ ઘરે આવ્યો હતો. આરોપી પાંચ નળ નવા લગાવ્યા હતા અને ટપકતાં નળનું પણ રિપેરિંગ કર્યું હતુ. જો કે, નળ ફરી ટપકવા લાગતા આરોપીને ફરી ફોન કરી તે રિપેર કરી જવા જણાવ્યુ હતુ.

આરોપી બીજા દિવસે ઘર આવ્યો હતો ત્યારે કલરકામ કરનારા અને ઘરના બીજા સભ્યો પણ હાજર હતા ત્યારે બાથરૂમમાં ટપકતો નળ રિપેર થઈ ગયો છે તે ચેક કરવા માટે આરોપીએ તરૂણીને બોલાવી હતી અને ત્યા તેને પકડી ચુંબન કરી લીધું હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાવી હતી. સમગ્ર કેસની તપાસ આર.કે. ઝાલાએ કરી હતી. કોર્ટમાં ચાલેલી દલીલો બાદ આરોપીને પાંચ વર્ષની સજાનો હુકમ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...