દુર્ઘટના:સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા જતાં સુરતના ડિંડોલીના પરિવારને અકસ્માત નડતા 5 વર્ષીય પુત્રનું મોત

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પુનિતસિંગની કાર કોસંબા નજીક અન્ય કારની ટક્કરથી પલટી ગઇ હતી. - Divya Bhaskar
પુનિતસિંગની કાર કોસંબા નજીક અન્ય કારની ટક્કરથી પલટી ગઇ હતી.

સ્ટેચ્યુ ઓફ યુનિટીની સહેલગાહે નિકળેલા ડિંડોલીના સિંગ પરિવારની કારનું કોસંબા પાસે અકસ્માત સર્જાયો હતો. પાછળથી આવતી કારે ટક્કર માર્યા બાદ સિંગ પરિવારની કાર ફરી ગઈ હતી અને કાર પર ટ્રક ચડી જતા કારમાં પાછળ બેસેલા 5 વર્ષીય પુત્રનું મોત નિપજ્યું હતું. જ્યારે આગળ બેસેલા દંપતીને સામાન્ય ઈજા થઈ હતી. બનાવ અંગે કોસંબા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

ડિંડોલી રામીપાર્ક શિવાલીક સ્ક્વેર ખાતે રહેતા પુનિત સિંગ એક ખાનગી કંપનીમાં કામ કરે છે. રવિવારે પુનિતભાઈ પત્ની રશ્મી અને 5 વર્ષીય પુત્ર સૂર્યાંશ સાથે સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની સહેલગાહે નિકળ્યા હતા. કોસંબા ધામડોદ ચોકી પાસે પાછળથી આવતી એસયુવી કારે તેમની કારને ટક્કર મારી હતી. જેથી પુનિતભાઈની કાર ફરી જતા તે ટ્રકની અડફેટમાં આવતા પલ્ટી મારી ગઈ હતી. પાછળથી આવતી ટ્રકના ડ્રાઈવરે સ્ટીયરીંગથી કાબુ ગુમાવતા ટ્રક કાર પર ચડી ગઈ હતી. જેથી કારમાં પાછળ બેસેલો માસુમ સૂર્યાન્સ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો જ્યારે પુનિતભાઈ અને પત્ની રશ્મીને સામાન્ય ઈજા થઈ હતી. સૂર્યાંશને સિવિલ ખસેડાતા જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ થતા કોસંબા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...