અશ્વિનીકુમાર રોડ પર હંસ સોસાયટીમાં રહેતી 5 વર્ષની બાળકી રાવિ શર્મા પર ઘર બહાર જ કૂતરાએ હુમલો કર્યો હતો. કૂતરો 23 સેકન્ડ સુધી તેને કરડતો રહ્યો હતો. બાળકી માછલીની જેમ તરફડ્યા મારી રહી હતી. બાળકીનો ડાબો ગાલ ફાડી નાખ્યો, હાથ-પગ પર 9 જગ્યાએ બાઇટ કર્યું હતું.
બાળકીને છોડાવવા આવેલી માતાને પણ કૂતરાએ બચકું ભર્યું હતું. લોહીથી લથબથ હાલતમાં આ બાળકીને લાલ દરવાજાની હોસ્પિટલમાં લઈ જવાઈ ત્યારે ડો. ભાર્ગવ બોઘરા અને તેમનો સ્ટાફ પણ કંપી ઉઠ્યો હતો. બાળકીનો ઇલાજ કેવી રીતે થયો અને તબીબે શું મહેસૂસ કર્યું તે વાંચો તેમના જ શબ્દોમાં...
બાળકીને જોઈને હું પણ કંપી ઉઠ્યો હતો. તેના સ્વજનો રડારડ કરી રહ્યા હતા. જૂજ સેકન્ડ્સમાં જ મેં ઇલાજ ચાલુ શરૂ કર્યો. હું બાળકોનો તબીબ છું, મેં મારી 10 વર્ષની કરિયરમાં ડોગ બાઇટનો આવો ગંભીર કિસ્સો જોયો ન હતો. કૂતરાએ તેનો આખો ડાબો ગાલ જ ફાડી ખાધો હતો. શરૂઆતમાં અમે તેના જખમને વોશ કર્યુ઼. આવા ક્રિટિકલ કિસ્સાઓમાં જે સ્થળે જખમ હોય ત્યાં રેબિસના ઇન્જેક્શન આપવા પડે. કેમ કે જો ઇન્ફેક્શન મગજ સુધી પહોંચી જાય તો બાળકીને હડકવા થવાની ભીતિ વધુ હતી. સામાન્ય રીતે જો કોઈ ડોગ બાઇકટ હોય તો ઇન્જેક્શન બોડી પર આપવાના હોય છે, પહેલા તો અમે બાળકીને તરત જ પેઇન કિલર્સના ઇન્જેક્શન આપ્યા, ત્યારબાદ એન્ટિબાયોટિક્સના ઇન્જેક્શન આપ્યા. બાળકીને બેભાન કર્યા બાદ તેના ગાલ પર રેબિસના ઇન્જેક્શન મૂકાયા હતા. બાળકીના ચહેરા પર 5X5 સે.મી.નો ઘા હતા, આ સ્થળે સ્ટીચીસ પણ લઈ શકાય એમ ન હતું. એટલે હાલ તો તેનું ડ્રેસિંગ કરી દેવાયું છે અને જ્યારે ચહેરા પરથી સોજાવો ઓછો થશે પછી તેના ચહેરાની પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવશે. કૂતરાએ બાળકીના ગાલનો જેટલો ભાગ ફાડી ખાધો છે તે પૂરેપૂરો પ્લાસ્ટિક સર્જરી સારું થવું મુશ્કેલ છે. સંપૂર્ણપણે ચહેરા સારો તો નહીં - ડો. ભાર્ગવ બોઘરા; પીડિયાટ્રિશિયન
પ્લાસ્ટિક સર્જરી કરવી પડે તેવી સ્થિતિ
શનિવારે મોડી સાંજે કૂતરાએ હુમલો કર્યો હતો. બાળકી ખાનગી હોસ્પિટલમાં છે. કૂતરાના દાંત ગાલની આરપાર થઈ ગયા છે. હવે પ્લાસ્ટિક સર્જરી કરાવવી પડશે. નિશાન ન રહે તેવી સર્જરી કરનારા ડોક્ટર શોધીએ છીએ.’ - મયુરભાઈ, બાળકીના મામા
છેલ્લા ચાર મહિનામાં ડોગબાઇટ કેસ | ||
મહિનો | સ્મિમેર | સિવિલ |
સપ્ટેમ્બર | 504 | 637 |
ઓક્ટોબર | 530 | 853 |
નવેમ્બર | 634 | 1,089 |
ડિસેમ્બર | 754 | 1,298 |
કુલ | 2422 | 3,877 |
કૂતરાના ગંભીર હુમલા થાય તો સંપર્ક કરો
આ પ્રકારના કૂતરાના ગંભીર હુમલા થયા હોય તો તમે મો. નં. 9879889954 પર દિવ્ય ભાસ્કરના રિપોર્ટરનો સંપર્ક કરી શકો છો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.