અટકાયત:વિસર્જન વેળા હજીરામાં પોલીસ સાથે માથાકૂટ કરતા 5ની અટકાયત કરાઈ

સુરત21 દિવસ પહેલા
  • કૉપી લિંક

હજીરાના બોટ વારે રાત્રે વિસર્જન માટે આવેલા વેડ રોડના યુવાનોને નાચવા બાબતે થયેલી માથાકૂટમાં 2 પોલીસ જવાનો પર હુમલો કર્યો હતો. પોલીસ ઇન્સ્પેક્ટર સાથે પણ જીવા જડી કરતા 5 યુવાનોની મરીન પોલીસ સ્ટેશનને અટકાયત કરી છે.

શુક્રવારે ગણપતિ વિસર્જન વેળા હજીરાના વોટ ઓવર ઉપર સવારથી જ ભીડ જામી હતી. પોલીસ દ્વારા વિસર્જન સરળ રીત ના પતે એટલા માટે બંદોબસ્ત ગોઠવાયો હતો. રાત્રે 9:00 વાગેના અરસામાં વેડ રોડનું એક ગ્રુપ ચેક પોસ્ટ પાસે નાચવા આવી રહ્યું હતું. જેથી ફરજ પરના પોલીસે તેમને ટ્રાફિક જામ થતો હોવાથી નાચવાનું નહીં કહી આગળ જોવા માટે જણાવ્યું કહેતા સ્થળ પરના 2 પોલીસ કોન્સ્ટેબલને માર માર્યો હતો. દરમિયાનમાં પીઆઇ જે . બી . બુબડીયા ત્યાં પહોંચી ગયા હતો. જોકે નશામાં ધૂત યુવાનોએ સાથે પણ જીવા જોડે કરી હતી.

અને ‘અમે નરેન્દ્ર મોદી સુધી જઈશું અને તમને જોઈ લઈશું’ એવી ધમકી આપી હતી. પોલીસ દ્વારા તેમને વિસર્જન માટે આગળ જોવા માટે સમજાવવા આવ્યું હતું. છતાં પણ પીઆઇ અને તેના સ્ટાફને અભદ્ર ભાષામાં વાત કરી દાદાગીરી કરતા 7 યુવાનોની પોલીસે અટકાયત કરી હતી. અને પરિસ્થિતિ ન બગડે એટલા માટે તેમને મરીન પોલીસ સ્ટેશનને લઈ જવામાં આવ્યા હતા

અન્ય સમાચારો પણ છે...