તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શહેરના ખજોદમાં ડાયમંડ બુર્સની પાસે બનાવી દેવામાં આવેલી ગેરકાયદેસર ઝિંગા તળાવને સોમવારથી તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પ્રથમ દિવસે તંત્રએ પાંચ તળાવો તોડી પાડ્યા છે. જ્યારે આ કબજેદારોની માહિતી મેળવા તેની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં કરવામાં આવેલી પિટિશન બાદ સુરત કલેક્ટર ડો.ધવલ પટેલે સરકારી જમીન પર બનાવી દેવામાં આવેલા ઝિંગા તળાવો તોડી પાડી જમીન છુટી કરવાનું કામ શરૂ કરાયું છે. સોમવારથી સુરત સિટી પ્રાંતની આગેવાનીમાં તંત્રએ મજુરા વિસ્તારમાં આવેલા ખજોદ ગામના સર્વે નંબર 177માં બાંધવામાં આવેલા તળાવો દુર કરવાની શરૂઆત કરવામાં આવી છે.
અત્રે નોંધનિય છે કે,જમીન માપણી વિભાગના સર્વેમાં ખજોદ ડાયમંડ બુર્સની પાછળના ભાગે આવેલા સર્વે નંબર 177માં કુલ 817 જેટલા ઝિંગા તળાવો હોવાનું દરમિયાન બહાર આવ્યું હતુ. જ્યારે તંત્ર દ્વારા આ તળાવો બાંધી દેનારની માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.
કાર્યવાહી નહીં કરવા ઝિંગા ઉછેરકોની રજૂઆત
આભવા, બુડીયા,ગભેણી, ખજોદ, જીઆવ,ડુમસ, રાજગરી, તેમજ જુનાગામ અને તલંગપોર તથા ઉભેળના ઝિંગા ઉછેરકોએ સોમવારે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને કાર્યવાહી ન કરવા રજૂઆત કરાઈ હતી.
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.