છેતરપિંડી:કાપોદ્રામાં જોબવર્ક કરતા ખાતેદાર સાથે મહિલા સહિત 5 જણાએ રૂ. 93 લાખની છેતરપિંડી કરી

સુરત11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વેપારીઓએ જોબવર્ક કરાવી રૂપિયા ન ચૂકવ્યા

કાપોદ્રામાં જોબ વર્ક કરતા ખાતેદાર સાથે મહિલા સહિત 5 જણાએ 93 લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સરથાણામાં રહેતા હસમુખકુમાર રામજીભાઈ ચોવટિયા જોબવર્કનું કામ કરે છે. કાપોદ્રામાં અક્ષરધામ સોસાયટીમાં તેમનું ખાતું છે. 2015માં તેમની ઓળખાણ અન્ય વેપારીના માધ્યમથી દામજી ભીખાભાઈ માવાણી સાથે કરાવી હતી. દામજી અને તેમના ભત્રીજા સહિત વરિયાવમાં આસ્થા ઇન્ડસ્ટ્રીઝમાં એમ્બોયડરીના ખાતા છે. તેઓએ હસમુખકુમાર પાસે જોબવર્ક કરાવ્યું હતું.

તેના 35 લાખ રૂપિયા આપ્યા ન હતા. ત્યારબાદ રૂપિયા નથી પરંતુ વરિયાવ વિસ્તારમાં ખાતું આવેલું છે તે વેચાણથી આપવા જણાવ્યું હતું. હસમુખકુમારે 1.32 કરોડમાં સોદો કર્યો હતો. અગાઉના 35 લાખ જોબવર્કના બાદ કરતા હસમુખકુમારે 57 લાખ રૂપિયા ચૂકવી આપ્યા હતા. બાદમાં દસ્તાવેજ ન કરી આપી તેમની સાથે છેતરપિંડી કરી હતી. આમ હસમુખભાઈ મહિલા સહિત 5 સામે ગુનો નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...