તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઇફેક્ટ:વિદેશથી આયાત કરાયેલી 5 હજાર મશીનરી શિપિંગમાં અટકી, ચીન, જાપાન, કોરિયાથી આયાત કરાય છે

સુરત18 દિવસ પહેલા
 • કૉપી લિંક

વિદેશમાંથી શિપ મારફતે મશીનરી સુરતમાં લાવવા માટે 20 દિવસનો સમય લાગતો હતો પરંતુ હવે બેથી ત્રણ મહિનાનો સમય લાગી રહ્યો છે. કારણ કે, કોરોના કાળમાં શિપિંગ કન્ટેનર્સ અટકી ગયા હતા. દેશ-વિદેશમાં કોરોનાની અસર મંદ પડતા વૈશ્વિક સ્તરે હવે શિપિંગ કંપનીઓ ફરી રાબેતા મુજબ શરૂ થતા વિદેશમાંથી આવતા 5 હજાર જેટલા મશીનો વેઈટિંગમાં છે.

એક તરફ મશીનો વેઇટિંગમાં છે તો બીજી તરફ કન્ટેનર્સ દ્વારા વિદેશમાંથી મશીન સુરતમાં લાવવા માટે શિપિંગ કંપનીઓ દ્વારા ભાડામાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. 700 ડોલરની જગ્યાએ 3500 ડોલર આપવા છતાં શિપિંગ કંપનીઓ મશીનરીને પહોંડી શકવા માટે સમર્થ નથી.

​​​​​​​સૂત્રોથી મળેલી માહિતી મુજબ એક એજન્ટ પાસે 500 મશીનનો ઓર્ડર છે. આ મશીનો ચાઈના, જાપાન, કોરિયા સહિતમાંથી આવે છે. કુલ 5 હજાર મશીનરીનો ઓર્ડર પેન્ડિંગ છે. પહેલાં બિલ ઓફ લેડીંગની કોપી મળ્યા પછી ગ્રાહકો કન્ટેઈનર ક્યાં પહોંચ્યું તેનું સ્ટેટસ ટ્રેક કરી શકતા હતા પરંતુ હવે એવું કરી શકાતું નથી. આથી મશીનનો ઓર્ડર કરનારા ઉદ્યોગકારો એજન્ટો પર દબાણ લાવી રહ્યા છે.

શિપિંગ કંપનીઓએ ભાવમાં વધારો કર્યો
શિપિંગ કંપનીઓ પાસે એટલા બધા ઓર્ડર છે કે, મશીનરી વિદેશથી મોકલવા માટે ત્રણ મહિનાનો સમય લાગી રહ્યો છે. આ ઉપરાંત શિપિંગ કંપનીઓ દ્વારા ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. અમુક વેપારીઓ વધારે રૂપિયા આપવા માટે પણ તૈયાર છે છતાં ફાસ્ટ ડિલેવરી મશી શકે તેમ નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો