2 દિવસીય ટાઈ કોન્ફરન્સનું સમાપન:5 સ્ટાર્ટઅપે રૂ. 10 કરોડ સુધીનું ફંડ માંગ્યું, સેકન્ડ રાઉન્ડ યોજી ફંડ અપાશે

સુરત17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુરતના 25 સ્ટાર્ટઅપને પ્રેઝેન્ટેશનનો મોકો મળ્યો, 20 સ્ટાર્ટઅપે 50 લાખથી 1 કરોડ સુધીનું ફંડ માંગ્યું

દક્ષિણ ગુજરાતમાં સ્ટાર્ટઅપને પ્રમોટ કરવા માટે ટાઈ દ્વારા મેરિયોટ હોટલ અઠવાલાઇન્સ ખાતે 2 દિવસીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 100 ઇન્વેસ્ટરો સામે સુરતના 25 જેટલા સ્ટાર્ટઅપ્સે સ્પીચ (પ્રેઝેન્ટેશન) આપી હતી. એમાંથી 5 સ્ટાર્ટઅપે એમના સ્ટાર્ટઅપન આગળ વધારવા માટે રોકાણકારો પાસે 3થી 10 કરોડ રૂપિયાનું ફંડ માંગ્યું હતું.

આ 5 સ્ટાર્ટઅપ ઇન્વેસ્ટરોને ગમ્યા હતા જેથી આવનારા 15 દિવસમાં જ્યારે બીજો રાઉન્ડ યોજાશે ત્યારે તેમને 2થી 3 કરોડ રૂપિયા સુધીનું ફંડ આપવામાં આ‌વશે તેવું આયોજકોએ જણાવ્યું હતું. ઉપરાંત શહેરના અન્ય 20 સ્ટાર્ટઅપે પણ 50 લાખથી 1 કરોડ રૂપિયા સુધીનું ફંડ માંગ્યું હતું. એમાંથી પણ 4-5 એ‌વા હતા જેમને આવનારા સમયમાં ફંડ મળી શકે છે.

ભવિષ્યમાં ટાઈ દ્વારા ફંડ એકત્ર કરવા માટે સેકન્ડ રાઉન્ડ યોજાશે. જેના માટે સ્પેશિયલ સેશન પણ રાખવામાં આવશે. એમાં સ્ટાર્ટઅપને 15થી 20 કરોડનું ફંડ મળી શકે છે. આ કાર્યક્રમમાં દેશના ટોપ 20 આંત્રપ્રિન્યોર ઉપસ્થિત રહ્યા હતા અને પેનલ ડિસ્કશન થકી સ્ટાર્ટઅપ કરનારા શહેરના યુવાનોને આઇડિયાથી લઈને એક્ઝિક્યુશન સુધીનાં તમામ સ્ટેજ આવનારા ચેલેન્જીસ અને તેના નિવારણ માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમની થીમ ‘એમ્પાવરિંગ ફ્યુટરપ્રિન્યોર્સ’ રાખવામાં આવી છે. જેમાં વિશ્વભરના ટાઇ સદસ્યો, ઉદ્યોગ સાહસિકો, સ્ટાર્ટ-અપના સંસ્થાપકો, એન્જલ ઇન્વેસ્ટર્સ, વેન્ચર કેપિટાલિસ્ટ, સ્ટાર્ટ-અપ મેન્ટર્સ, સરકારી અધિકારીઓ, ડિપ્લોમેટ્સ સહિતના વિવિધ ક્ષેત્રોના નિષ્ણાંતો ઉપસ્થિત હતા.

અન્ય સમાચારો પણ છે...