ગૌરવ:અંડર-19 ગુજરાત ક્રિકેટ ટીમમાં સુરતનાં 5 ખેલાડીઓની પસંદગી, આર્ય દેસાઈની કેપ્ટન તરીકે વરણી

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પાંચ ખેલાડીઓની વર્ષો બાદ પસંદગી થઈ છે. - Divya Bhaskar
પાંચ ખેલાડીઓની વર્ષો બાદ પસંદગી થઈ છે.
  • વિનુ માંકડ ક્રિકેટ ટુર્નામેન્ટ માટે ગુજરાતની ટીમ પસંદ

આગામી 27 સપ્ટેમ્બરથી દિલ્હીમાં વિનુ માંકડ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાવા જઈ રહી છે. આ ટુર્નામેન્ટ અગાઉ ગુજરાતની ક્રિકેટ ટીમ જાહેર કરવામાં આવી છે. જેમાં ગુજરાતની ટીમમાં સુરતના પાંચ ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાંથી આર્ય દેસાઈની કેપ્ટન તરીકે વરણી થઈ છે. સુરતના એક ખેલાડી આયૅ દેસાઇની સુકાની તરીકે વરણી એ લગભગ 18 વર્ષ બાદ થતા SDCA એ અભિનંદન પાઠવી શુભેચ્છાઓ આપી છે.

વન ડે માટે ટીમ જાહેર
સુરતના આર્ય દેસાઈ (ઓપનીંગ બેટ્સમેન), ક્રિસ ગુપ્તા (ઓલરાઉન્ડર), યશ સોલંકી (વિકેટકીપર), સેન પટેલ (પેસ બોલર) અને હિષૅલ પટેલ (પેસ બોલર) ગુજરાત ક્રિકેટ ટીમમાં પસંદગી થઈ છે. આ ખેલાડીઓ બી.સી.સી.આઈ. દ્વારા આયોજીત વિનું માંકડ (અંડર-19) વન-ડે ક્રિકેટ ટુર્નામેન્ટ માટે પસંદગી પામ્યા છે. આ ટુર્નામેન્ટ તારીખ 27 સપ્ટેમ્બર,2021થી દિલ્હી મૂકામે રમાશે.

સુરતના આર્ય દેસાઈની કપ્તાન તરીકે વરણી થઈ છે.
સુરતના આર્ય દેસાઈની કપ્તાન તરીકે વરણી થઈ છે.

ક્રિકેટ આલમમાં ખુશી છવાઈ
આ તમામ ખેલાડીઓ ચીફ સિલેકટર લલિત પટેલ, આદિત્ય પટેલ, રચિત કોન્ટ્રાકટર, બિલાલ સુરતી તથા હેડ કોચ પ્રતિક પટેલ અને કોચ હર્ષદ પટેલનાં દેખરેખ હેઠળ તાલીમ લઈ રહ્યાં છે. આ પાંચેય ખેલાડીઓને એસ.ડી.સી.એ.ના પ્રમુખ સહિતના હોદ્દેદારો અને મેનેજીંગ કમિટી સભ્યો અને ક્રિકેટ કમિટી સભ્યોએ ખુશી વ્યક્ત કરતાં અભિનંદન પાઠવ્યા હતા.નૈમેશ દેસાઈ (SDCA ના સેક્રેટરી) એ જણાવ્યું હતું કે,સુરતના આર્ય દેસાઈ ઓપનીંગ બેટ્સમેન છે. 8 વર્ષથી ક્રિકેટ સાથે જોડાયેલો છે. અંદર-14,16 બાદ અંદર-19માં પસંદગી સાથે કેપ્ટન તરીકેની જવાબદારી સોપાતા સુરત માટે આનંદની વાત કહી શકાય છે. જયારે ક્રિસ ગુપ્તા ઓલરાઉન્ડર, યશ સોલંકી વિકેટકીપર, સેન પટેલ અને હિષૅલ પટેલ પેસ બોલર તરીકે પસંદગી પામ્યા છે. જેઓ લગભગ 7-8 વર્ષથી ક્રિકેટ રમે છે અને અંદર-16 બસ અંદર-19 માં પસંદગી પામ્યા છે.