તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેતરપિંડી:5 લોકોએ કાપડના ધંધા માટે 3.60 કરોડની સીસી લઇ બેંક સાથે ઠગાઇ કરી, એક પકડાયો

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક

વર્ષ 2015માં કાપડના ધંધા માટે પંજાબ નેશનલ બેંકમાંથી 3 ભાઈઓ અને તેના એક મિત્ર સાથે 4 ફર્મના નામે 3.60 કરોડની કેશ ક્રેડિટ લીધી હતી. જેમાં સીસીના નાણાં ચાઉં કરવાના કેસમાં જામીનદાર સહિત 5 લોકો પંજાબ નેશનલ બેંકના મેનેજર બળદેવભાઈ સવાણીએ ક્રાઇમબ્રાંચમાં ફરિયાદ આપી હતી.

બેંક સાથે 3.60 કરોડ રૂપિયાની ઠગાઇ કરવાના કેસમાં ક્રાઇમબ્રાંચે મંગળવારે કાપડ વેપારી રાજેશ સોહનલાલ ગોયેલ(રહે, મહાદેવ કોમ્પલેક્ષ,પાંડેસરા), હરીશ સોહનલાલ ગોયલ(રહે, સનરાઇઝ રેસિડન્સી,વેસુ), સુરેશ સોહનલાલ ગોયલ(રહે, દેવપ્રયાગ એપાર્ટ, સિટીલાઇટ રોડ) તથા વેપારીનો મિત્ર અજય તારાચંદ ભુતડા(રહે, વાસુપૂજય એપાર્ટ, અડાજણ) તેમજ ગેરેન્ટર રહેનાર નેહા ઝવેરી(રહે,નક્ષત્ર હાઇટસ,પાલ)ની સામે ઠગાઈનો ગુનો નોંધ્યો છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ રાજેશ, હરીશ અને સુરેશ ગોયેલ ત્રણેય ભાઈઓ ભાડાના મકાનમાં રહેતા હતા.

તેઓ મૂળ પંજાબના ભંટીડા વતની છે. વર્ષ 2015માં પંજાબ નેશનલ બેંકમાંથી કાપડના ધંધા માટે 3.60 કરોડની કેશ ક્રેડિટ લીધી હતી. જેમાં વેસુ વેસ્ટ ફીલ્ડ સ્કેવરની ઓફિસ મિલકત મોર્ગેજમાં મુકી હતી. હાલમાં વેપારીઓની દુકાનો પણ બંધ છે અને ઘરે પણ તાળાં મારેલા છે. વર્ષ 2015માં 3.60 કરોડની રકમ લઈ 2019ના સપ્ટેમ્બર સુધી ધંધાકીય વ્યવહારો ચાલુ રાખ્યા હતા. પછી અચાનક કાપડ ખરીદ વેચાણ માટે મળેલ સીસી રૂ. 3.60 કરોડની મતાનો કાપડનો સ્ટોક બારોબાર સગેવગે કરી ફરાર થયા હતા. હાલમાં ક્રાઇમ બ્રાંચે અજયને પકડી પાડયો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો