સારવાર:સરકારી હોસ્પિટલમાં મ્યુકરના નવા 5 દર્દી દાખલ, એકનું મોત, 6 દર્દીની સર્જરી કરાઈ

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ખાનગી હોસ્પિટલમાં 120 દર્દી દાખલ

શહેરની બંને સરકારી હોસ્પિટલમાં શનિવારે મ્યુકરમાઇકોસિસના વધુ 5 નવા કેસ સામે આવ્યા હતા. એ સાથે જ શનિવારે સિવિલ અને સ્મીમેર હોસ્પિટલ મળી કુલ 06 સર્જરી કરવામાં આવી હતી. નવી સિવિલ હોસ્પિટલમાં મ્યુકરમાઇકોસિસના 04 નવા કેસ સામે આવ્યા હતા. જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં 01 નવો કેસ આવ્યો છે.

નવી સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસીસના 05 દર્દીઓની સર્જરી કરાઈ તો સ્મીમેર હોસ્પિટલમાં મ્યુકરમાઇકોસિસના એક દર્દીની સર્જરી કરવામાં આવી હતી. સ્મીમેર હોસ્પિટલમાં મ્યુકરમાઇકોસિસના 1 દર્દીનું મોત થયું હતું. મ્યુકરમાઇકોસીસના દર્દીની તબિયતમાં સુધાર આવતા સ્મીમેર હોસ્પિટલમાંથી 01 દર્દીને અને નવી સિવિલ હોસ્પિટલમાંથી 04 દર્દીઓને રજા આપવામાં આવી હતી. શહેરની ખાનગી હોસ્પિટલોમાં પણ મ્યુકરના 300 જેટલા દર્દીઓ દાખલ થયા હતા.જેમાંથી હાલ 120 જેટલા વિવિધ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

કોરોનાના દર્દીઓ ઘટતા મ્યુકરના નવા દર્દી ઘટ્યા
મ્યુકરના નવા આવતા દર્દીઓની સંખ્યામાં ઘટાડો નોંધવાનું કારણ કોરોનાનું જોર ઘટ્યું હોવાને ગણી શકાય. કોરોના ઘટતા શહેરમાં મ્યુકરના નવા દર્દીઓ ઘટી ગયા છે. > ડો.આનંદ ચૌધરી,સિવિલ હોસ્પિટલ

અન્ય સમાચારો પણ છે...