તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:ખજોદમાં હીરા બુર્સ પાસેના વધુ 5 ઝિંગા તળાવો જમીનદોસ્ત થયા, બે દિવસમાં 817 તળાવોમાંથી 10 તળાવો તોડી પડાયા

સુરત25 દિવસ પહેલા
 • કૉપી લિંક

મજુરા મામલતદારની હદમાં આવેલા ખજોદમાં બીજા દિવસે પણ ગેરકાયદેસરના ઝિંગા તળાવો પર બુલડોઝર ધણઘણ્યા હતા. સવારથી કામે લાગેલા તંત્રએ વધુ પાચ ત‌ળાવોને જમીન દોસ્ત કરી દીધા છે. શહેરના છેવાડે આવેલા ખજોદમાં છેલ્લા દસેક વર્ષથી સરકારી જમીન પર દબાણ કરીને ઝિંગા તળાવો તાણી દેવમાં આવ્યા હતા. ગ્રીન ટ્રિબ્યુનલ્સમાં થયેલા પિટિશનના પગલે હરકતમાં આવેલા જિલ્લા પ્રશાસને સરકારી જમીન પર ના તળાવો તાડી પાડી કબજો લેવાનું અભિયાન શરૂ કરી દીધુ છે.

ખજોદમાં ડાયમંડ બુર્સ પાસે આવેલી સર્વે નં.177 ‌વાળી જમીન પરના તળાવો તોડી પાડવાની શરૂઆત કરવામાં આવી છે.જેના બીજા દિવસે પણ ચાર જેસીબી મશીનો આખો દિવસ કામે લાગીને વધુ પાંચ ગેરકાયદેસરના તળાવો તોડી પાડી સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી. ખજોદના માત્ર 177 વાળી સરકારી જમીન પર 817 જેટલા તળ‌ોવો બનાવી દેવામાં આવ્યા છે. ચૂંટણી દરમિયાન પણ આ તળાવો તોડી પાડવાની કામગીરી ચાલુ રાખવા માટે તંત્રએ કમર કસી છે. તળાવો તોડવાની કામગીરી સતત 4 મહિના સુધી ચાલે તેવી શક્યતા રહેલી છે. અત્રે નોંધનિય છેકે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે. મહાનગર પાલિકા બાદ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજાનારી છે.

દબાણો માટેતંત્ર સરપંચ પાસેથી જવાબ માંગશે
સુરત જિલ્લાના કાંઠા વિસ્તારમાં સરપંચોની મીલી ભગતમાં સરકારી જમીન પર ગેરકાયદેસરના કબજો કરીને ઝિંગા તળાવો બનાવી દેવામાં આવ્યા છે. આ તળાવો તોડી નાખવાની કામગીરી સરકાર કરી રહી છે. ત્યારે આ સરકારી જમીન પર ફરી દબાણો કે તળાવો ઉભા ન થયા તેની જવાબદારી સરપંચને સોંપવાની હિલચાલ શરૂ થઇ ગઇ છે. આવા દબાણો માટે પ્રશાસન દ્વારા સીધો સરપંચ પાસે જવાબ માંગવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો