તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:5 માસ પૂર્વે 19 લાખના હીરા લઇ ભાગેલો ઠગ હિમાચલથી રૂ. 5 લાખ સાથે ઝડપાયો

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિધરપુરાના વેપારી સાથે હીરા ખરીદવાના બહાને છેતરપિંડી કરી હતી
  • આરોપીએ કુલ્લુના સરનામાવાળું બોગસ આધારકાર્ડ પણ બનાવી લીધું હતું

5 મહિના પહેલાં મહિધરપુરાના હીરા વેપારી પાસેથી ખરીદવાના બહાને 19 લાખના હીરા મંગાવીને છેતરપિંડી કરી ભાગતો ફરતા ઠગને વરાછા પોલીસે હિમાચલ પ્રદેશના કુલ્લુથી ઝડપી પાડ્યો છે. ઠગ પાસેથી પોલીસને 5 લાખ રોકડા પણ મળ્યા છે.

અમરોલીની દ્વારકાધીશ સોસાયટીમાં રહેતા અને મહિધરપુરા હીરાબજારમાં વેપાર કરતાં અમિત જયંતિ તાળાની ફેબ્રુઆરીમાં દલાલ થકી આરોપી અજય વાવડિયા સાથે ઓળખાણ થઈ હતી. અજયે પોતાની ઓળખ હૈદરાબાદના હીરા વેપારી તરીકે આપી હતી. તે સમયે અજયે હીરા ખરીદવાના બહાને અમિતને વરાછા હીરાબજાર બોલાવ્યો હતો. આરોપી અજયે અમિતની નજર ચૂકવીને 19 લાખના હીરા લઇને ભાગી છૂટ્યો હતો . અમિત તાળાએ આરોપી અજય વિરુદ્ધ વરાછા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

વરાછા પોલીસને બાતમી મળી હતી આરોપી અજય હિમાચલના કુલ્લુના સ્વામીનાલા સુરુગામમાં છે. તેથી વરાછા પીઆઇ પી.એ.આર્યે એક ટીમ મોકલી ત્યાંથી આરોપી અજયને ઝડપી પાડ્યો હતો. અજય પાસેથી રોકડા 5 લાખ રૂપિયા મળ્યા છે. અજયનું મૂળ નામ દિપક મધુભાઈ દેવાણી (આનંદ વાટિકા સોસાયટી, મોટા વરાછા,મૂળ લાઠી, અમરેલી) છે.

ઠગ દિપક લોકોને પોતાની ઓળખાણ અજય તરીકે આપી છેતરપિંડી કરતો હતો. ઠગે અજય નામથી બોગસ આધારકાર્ડ પણ બનાવ્યું હતું. તેથી તેના વિરુદ્ધ દાખલ થયેલી છેતરપિંડીની ફરિયાદમાં બોગસ આધાર બનાવવાની કલમ પણ ઉમેરી છે.

આરોપી પાસેથી ચિલ્ડ્રન બેંકની નોટો મળી
આરોપી અજય ઉર્ફે દિપકની ઓફિસમાંથી ચિલ્ડ્રન બેંકની બે હજારની નોટો પણ મળી હતી.આરોપીએ છેતરપિંડી કરી તેના થોડા દિવસો પૂર્વે ઓફિસ ચાલુ કરી તેમાં એક યુવકને નોકરીએ રાખ્યો હતો.બધાંની સામે અજય તે યુવકને પોતાના ભાઇ તરીકે ઓળખાવતો હતો. અમે બંને ભાઇઓ હાલમાં જ હૈદરાબાદથી વેપાર અર્થે સુરત આવ્યા છે તેવું કહીને વેપારીઓની મુલાકાત કરતો હતો.

અન્ય સમાચારો પણ છે...