તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિષ્ઠુર જનેતા:સુરતના અડાજણમાં ખુલ્લા પ્લોટમાંથી 4થી 5 માસનું ભ્રૂણ મળ્યું, લોકોએ પોલીસને જાણ કરી

સુરત23 દિવસ પહેલા
ખુલ્લા પ્લોટમાં સિમેન્ટની થેલી પર ભ્રૂણ ત્યજી દેવાયું.
  • મમતાને બદનામ કરનાર સગર્ભા સામે ગુનો નોંધી શોધી કાઢવા પોલીસને સ્થાનિકોની અપીલ

સુરત શહેરના અડાજણ ગામમાં બંધાય રહેલા નવનિર્મિત નોવા ગેલેક્સી એપાર્ટમેન્ટની બાજુના ખુલ્લા પ્લોટમાંથી 4થી5 માસનું ભ્રૂણ મળી આવતા લોકોની ભીડ ભેગી થઈ ગઈ હતી. ભ્રૂણ મૃત હાલતમાં હોવાનું જાણ્યા બાદ તાત્કાલિક પોલીસ કંટ્રોલના 100 નંબર પણ ફોન કરી જાણ કરતા પોલીસ દોડતી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.

સિમેન્ટની થેલી પર ભ્રૂણ ત્યજી દેવાયું
અડાજણ પોલીસે જણાવ્યું હતું કે ભ્રૂણ લગભગ 4-5 માસનું હોય એમ કહી શકાય છે. અલ્ટ્રાટેક સિમેન્ટની થેલી પર ત્યજી સગર્ભા માતા ભાગી ગઈ હોય એવું જાણવા મળ્યું છે. હાલ પોસ્ટમોર્ટમ માટે ભ્રૂણને સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા છે.

પોસ્ટમોર્ટમ માટે ભ્રૂણને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યું.
પોસ્ટમોર્ટમ માટે ભ્રૂણને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યું.

નિષ્ઠુર જનેતા સામે લોકોમાં રોષ જોવા મળ્યો
સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે ભ્રૂણ મળી આવ્યું હોવાની વાત બહાર આવતા લોકોની ભીડ ભેગી થઈ ગઈ હતી. નિષ્ઠુર જનેતા સામે લોકોમાં રોષ જોવા મળ્યો હતો. મમતાને બદનામ કરનાર સગર્ભા સામે ગુનો નોંધી શોધી કાઢવા પોલીસને વિનંતી કરી હતી. હાલ અડાજણ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.