તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેપલો:સુરતના માંડવીમાંથી પાંચ હજાર લીટર બાયો-ડીઝલના જથ્થા સહિત 5.50 લાખ રૂપિયાનો મુદામાલ જપ્ત

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • ઓઈલ મિક્સ કરવા માટે 4 ટાંકીઓ પણ હતી

સુરત સહિત સમગ્ર દેશમાં ભડકે બળતાં ડીઝલના ભાવને પગલે બાયો-ડીઝલના નામે જ્વલનશીલ કેમિકલનો વેપલો દિવસેને દિવસે વધી રહ્યો છે. ગઈકાલે માંડવી તાલુકામાં નમો બાયો-ડીઝલના નામે ગેરકાયદેસર વેપલો કરનાર ઈસમના ગોડાઉનમાં દરોડા પાડીને પાંચ હજાર લીટર બાયો-ડીઝલના જથ્થા સહિત 5.50 લાખ રૂપિયાનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જ્યારે ગોડાઉનને સીલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અધિકારી સહિત પોલીસ સ્ટાફ પણ ચોંકી ઉઠ્યો
માંડવીના નાયબ મામલતદાર મૃગાલદાન ઈસરાણીએ જણાવ્યું હતું કે, તાલુકાના અરેઠ-કરંજ ગામમાં આવેલ સમીર ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ-2માં બાયો ડીઝલના નામે જવલનશીલ પદાર્થનો વેપલો ચાલી રહ્યો હોવાની જાણકારી મળી હતી. જેના આધારે જિલ્લા એલ.સી.બી. પોલીસની સાથે ગત ૫મી જુલાઈના રોજ નમો બાયો-ડીઝલના પ્લાન્ટ પર દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યાં 35 હજાર લીટરની એક ટાંકીમાં પાંચ હજાર લીટર બાયો-ડીઝલનો જથ્થો મળી આવ્યો હતો. આ સિવાય આ પ્લાન્ટમાં જ 50 હજાર લીટરની બે ટાંકી, 40 હજાર લીટરની એક ટાંકી અને ત્રીસ હજાર લીરની એક ટાંકી સહિત ઓઈલ મિક્સ કરવા માટે 20 હજાર લીટરની ત્રણ ટાંકીઓ જોઈને ખુદ અધિકારી સહિત પોલીસ સ્ટાફ પણ ચોંકી ઉઠ્યો હતો.

નમો બાયો-ડીઝલના માલિકની પૂછપરછ હાથ ધરાઈ
સુરત જિલ્લામાં અનેક સ્થળે આઉટલેટ ધરાવતાં નમો બાયો-ડીઝલના માલિક ઈકબાલ ઉર્ફે અસલમ તેલી પણ ઘટના સ્થળે હાજર હોવાને કારણે પોલીસ દ્વારા તેઓની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન પુરવઠા વિભાગદ્વારા 2.60 લાખ રૂપિયાનો પાંચ હજાર લીટરનો બાયો ડીઝલના જથ્થા સહિત કુલ્લે 5.60 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.