સુરતમાં દુર્ઘટના:હજીરા GIDCની યુરો ઇન્ડિયા ફ્રેશ ફૂડ લિમિટેડની ક્વોલિટી કંટ્રોલ લેબમાં બ્લાસ્ટ થતા 5ને ઈજા, દિવાલ અને કાચ તૂટી પડ્યા

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
બ્લાસ્ટ થતા જ લેબની દિવાલ અને કાચ તૂટી પડ્યા હતા. - Divya Bhaskar
બ્લાસ્ટ થતા જ લેબની દિવાલ અને કાચ તૂટી પડ્યા હતા.

સુરતના હજીરા વિસ્તારમાં આવેલી યુરો ઇન્ડિયા ફ્રેશ ફ્રૂટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં વહેલી સવારે બ્લાસ્ટ થતા પાંચ જેટલા કર્મચારીઓને ઈજા થઈ હતી. પાર્થ પટેલ નામના યુવકને ગંભીર ઈજા થતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો.

ક્વોલિટી કંટ્રોલ લેબમાં બ્લાસ્ટ
વહેલી સવારે હજીરા જીઆઇડીસી ખાતે આવેલી યુરો ઇન્ડિયા ફ્રેશ ફ્રુટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ધડાકાભેર બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ થતા જ લેબની દિવાલ અને કાચ તૂટી પડ્યા હતા. લેબ પાસે સવારે કામ કરતા પાંચ જેટલા કર્મચારીઓને ઈજા થઈ હતી. જેમાં ત્રણ દાઝી ગયા હતા તેમજ અન્ય બેને કાંચ વાગ્યા હતા.

યુરો ઇન્ડિયા ફ્રેશ ફ્રુટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ધડાકાભેર બ્લાસ્ટ થયો હતો.
યુરો ઇન્ડિયા ફ્રેશ ફ્રુટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ધડાકાભેર બ્લાસ્ટ થયો હતો.

એક દાઝ્યો છે અન્યને સામાન્ય ઈજા થઈ : મેનેજર
યુરો ઇન્ડિયા ફ્રેશ ફૂડ પ્રાઇવેટ લિમિટેડના મેનેજર રમેશ ડોંડાએ જણાવ્યું હતું કે માત્ર એક જ દાઝ્યો છે. બાકીનાને સામાન્ય ઇજા થઈ છે. બેને નજીવી સારવાર બાદ ડિસ્ચાર્જ કરી દેવાયા છે. પાર્થ પટેલની સારવાર ચાલી રહી છે.

ઇજાગ્રસ્તના નામ

  • પાર્થ પટેલ 40% દાઝ્યો
  • વિપુલ વળવી 15% દાઝ્યો
  • ​​​​​​​સાજન વળવી 10% દાઝ્યો
  • ​​​​​​​શિવ રામેશ્વર
  • અંકિત વળવી
અન્ય સમાચારો પણ છે...