કામગીરી:સુરત રેલવે સ્ટેશને સીસીટીવીથી ચોરીની 5 ઘટના તત્કાલ ઉકેલાઈ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તમામ પ્લેટફોર્મ કુલ 86 હાઈ રિઝોલ્યુશન કેમેરાથી સજજ
  • કેમેરાથી ઓળખ કરી 5 ચોરને ઝડપી મુદ્દામાલ પણ રિકવર કરાયો

સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર હાલમાં જ 4 ફેસ રિકોગનાઇઝેશન કેમેરા લગાવવામાં આવ્યા છે. જેને પગલે હવે સુરત રેલવે સ્ટેશન કુલ 86 હાઈ રિઝોલ્યુશન કેમેરાથી સજ્જ છે. નવા કેમેરા લગાવ્યાના ગણતરીના દિવસોમાં જ 5 ચોરીના કેસ સીસીટીવી કેમેરાની નજરે ચડી ગયા હતા. આરપીએફના જણાવ્યા પ્રમાણે, ઓક્ટોબર મહિનામાં 1,8,9,14 અને 22 ઓક્ટોબરે ચોરીના અલગ અલગ મામલાઓ સીસીટીવી કેમેરાની મદદથી પકડવામાં આવ્યા હતા.

મુસાફરો દ્વારા પોતાના પર્સ, મોબાઈલ અને અન્ય સામાનની ચોરી થઇ હોવાની ફરિયાદ કરી હતી, જેને પગલે આરપીએફની ટીમે સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા અને આરોપીઓની ઓળખ કરી ધરપકડ પણ કરી લીધી હતી. ચોરી કરનારા ઈસમો પાસેથી મોબાઇ ફોન ,પર્સ અને કેશ રિકવર કરવામાં આવ્યા હતા. આરપીએફે વધુમાં ઉમેર્યું હતું કે, હવે જયારે પણ આવી ચોરીની ફરિયાદ મળે છે ત્યારે તરત જ સીસીટીવી કેમેરા ચેક કરી આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કરી દેવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...