તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરસાદનું આગમન:6 વર્ષ પછી જૂનમાં એક દિવસમાં 5 ઇંચ વરસાદ

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સિટીલાઇટમાં ઝાડ પડતાં 5 કારનો ખુરદો, ડભોલી રોડ પર દુકાનમાં પાણી ઘુસ્યા
પુણાની શિવમ કોમ્પલેક્સ પાસે રસ્તા પર પાણી ભરાતા પાલિકાના કર્મચારીઓ દ્વારા કેચપીટો ખોલવામાં આવી હતી. - Divya Bhaskar
સિટીલાઇટમાં ઝાડ પડતાં 5 કારનો ખુરદો, ડભોલી રોડ પર દુકાનમાં પાણી ઘુસ્યા પુણાની શિવમ કોમ્પલેક્સ પાસે રસ્તા પર પાણી ભરાતા પાલિકાના કર્મચારીઓ દ્વારા કેચપીટો ખોલવામાં આવી હતી.
  • સેન્ટ્રલ ઝોનમાં સૌથી વધુ 6.5 ઇંચ વરસાદ પડ્યો, હજુ બે દિવસ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા
  • પાણી ભરાતાં 50 વિસ્તારમાં કેચપીટો ખોલવા 500 માણસોને કામે લગાડવા પડ્યા
  • જૂન-2015માં એક દિવસમાં 7 ઇંચ વરસાદ પડ્યો હતો, તાપમાન 5 ડિગ્રી ઘટ્યું, મીઠીખાડી ભયજનક સપાટીએ

શહેરમાં 7 વર્ષ પછી જૂન મહિનામાં એક જ દિવસમાં અધધધ 5 ઇંચ વરસાદ પડ્યો હતો. અગાઉ વર્ષ 2015ના જૂનમાં એક દિવસમાં 7 ઇંચ વરસાદ પડ્યો હતો. શહેરમાં ઠેકઠેકાણે પાણી ભરાયા હતા. ભરાયેલા પાણી કાઢવા માટે પાલિકાએ 50થી વધુ વિસ્તારમાં કેચપીટો (ગટરના ઢાંકણ) ખોલવા માટે 500 માણસોને કામે લગાડવા પડ્યા હતા. શહેરમાં સૌથી વધુ 6.5 ઇંચ વરસાદ સેન્ટ્રલ ઝોનમાં પડ્યો હતો. વરસાદથી ઠંડક પ્રસરતા તાપમાનમાં એક જ દિવસમાં 5 ડિગ્રીનો ઘટાડો થયો હતો. આગામી બે દિવસમાં શહેરમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

વિતેલા 24 કલાકમાં શહેરમાં સરેરાશ 4.8 ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. શુક્રવારે સવારે 6થી 10 વાગ્યાના ચાર કલાકમાં ભારે વરસાદ પડતાં શહેરમાં ઠેરઠેર પાણી ભરાઇ જવાના દૃશ્યો સર્જાયા હતા. પવન સાથે વરસાદથી 10 સ્થળે ઝાડ પડવાના અને સહારાદરવાજા પાસે એક મકાનની છતનો ભાગ પડી જવાનો બનાવ બન્યો હતો. સવારે 10 વાગ્યા પછી વરસાદની ગતિ ધીમી થતાં પાણી ઓસરી ગયા હતા. ખાસ કરીને પીકઅવર્સમાં વરસાદથી જનજીવનને અસર પહોંચી હતી. શહેરમાં ભારે વરસાદથી તમામ ખાડીના સ્તર વધ્યા હતા.

બપોરના 12થી 1 વાગ્યાના સુમારે તો મીઠીખાડી ભયજનક સપાટી 7.50 મીટરને વટાવી 7.60 મીટર પહોંચી ગઇ હતી. જો કે બપોરેના વરસાદે વિરામ લેતા સપાટીમાં ઘટાડો થતાં તંત્ર સાથે સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. નોંધનીય છે કે, મીઠીખાડીમાં ગત વર્ષે એક જ મહિનામાં 4 વખત પૂર આવતા હજારો લોકો પરેશાન થઈ ગયા હતા.

સિટીલાઈટ ખાતે ચાલુ વરસાદે એક મસમોટું ઝાડ પડી જતાં ત્રણથી ચાર ફોરવ્હિલર ગાડી દબાઈ ગઇ હતી.
સિટીલાઈટ ખાતે ચાલુ વરસાદે એક મસમોટું ઝાડ પડી જતાં ત્રણથી ચાર ફોરવ્હિલર ગાડી દબાઈ ગઇ હતી.
મેયર હેમાલી બોઘાવાલાએ દત્તક લીધેલા ડભોલી રોડ પર પાણી ભરાયા હતા અને કેટલીક દુકાનોમાં પણ પાણી ઘુસી ગયા હતા.
મેયર હેમાલી બોઘાવાલાએ દત્તક લીધેલા ડભોલી રોડ પર પાણી ભરાયા હતા અને કેટલીક દુકાનોમાં પણ પાણી ઘુસી ગયા હતા.
વિસ્તાર વાઇઝ
વરસાદ
ઝોનઇંચ
સેન્ટ્રલ6.57
વરાછા-એ4.17
વરાછા-બી3.89
રાંદેર5.07
કતારગામ5.47
ઉધના4.01
લીંબાયત4.76
અઠવા4.56
સરેરાશ4.8

કોઝવે 5 કલાક માટે બંધ કરાતા લોકો અટવાયા

તાપીના અપસ્ટ્રીમમાં ગંદા પાણીના નિકાલ અને વોટરવર્કસની આસપાસની ગંદકી દૂર કરવા કોઝવેના ગેટ ક્રેઇન મારફતે ઉંચકીને 5 કલાક માટે ખોલાયા હતા. બપોરના 1થી સાંજે 7 વાગ્યા સુધી આ કામગીરી હાથ ધરાતા વાહનવ્યવહાર બંધ કરાયો હતો.

ચોર્યાસીમાં 4 કલાકમાં 4 ઇંચ
ચોર્યાસી તાલુકામાં 4 કલાકમાં જ 4 ઇંચ વરસાદ વરસ્યો હતો. ઓલપાડમાં 3.7 ઇંચ, ઉમરપાડામાં 1.73 ઇંચ, કામરેજમાં 1.45 ઇંચ, માંગરોળમાં 0.6, પલસાણામાં 0.8 ઇંચ વરસાદ ખાબક્યો હતો.

ખાડીના લેવલ (મીટરમાં)

ખાડીતા.17તા.18
કાંકરા55.3
ભેદવાડ5.55.9
મીઠીખાડી6.56.9
ભાઠેના5.16.2
સીમાડા-2.3

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...