તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:મહારાષ્ટ્રમાં 5, ગોવામાં 2 લાખ લિટરનો દૂધનો પ્લાન્ટ બનાવશે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુમુલની 70મી વાર્ષિક સાધારણ સભા મળી હતી
  • દૈનિક દૂધની આવક17થી 25 લાખ લિટર કરવાનું લક્ષ્યાંક

સુમુલ ડેરી દ્વારા મહારાષ્ટ્રમાં 5 લાખ લિટર અને ગોવામાં 2 લાખ લિટર દૂધનો પ્લાન્ટ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. હાલ સુમુલ ડેરીમાં દૈનિક દુધની આવક 17 લાખ લિટર છે જેને વર્ષ 2025 સુધીમાં 25 લાખ લિટર સુધી કરવાનું લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું છે.

સુમુલ ડેરીની 70મી વાર્ષિક સાધારણ સભામાં ડેરીના ચેરમેન માનસિંહ પટેલ દ્વારા સુમુલ ડેરીનો રોડ મેપ જાહેર કરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ‘ખાનગી દાણ બંધ થાય તેમજ મંડળીના હિસાબો કોમ્પ્યુટર પર જ લખાય તે માટે તેમજ સુરત જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંધના કર્મચારી અધિકારીઓ સમન્વય કરી સુમુલની તમામ યોજનાઓ છેવાડાના પશુપાલકો સુધી પહોંચે તે માટે તેમને દૂધ મંડળીના પદાધિકારીઓને સુચન કર્યુ હતું. પશુપાલકો સુમુલ દ્વારા આપવામાં આવતા ખાણદાનનો ઉપયોગ કરશે તો તેમના પશુઓને સમતોલ આહારમળી રહેશે અને દૂધ વધારે આપશે.

આ સાધારણ સભામાં સુરત ડિસ્ટ્રિક્ટ, સુમુલ ડેરીના વાઈસ ચેરમેન રાજુ પાઠક, સુરત ડિસ્ટ્રિક્ટ કો.ઓપરેટીવ બેન્કના ચેરમેન નરેશ પટેલ, સહકારી સંઘના પ્રમુખ ભીખાકાકા, સુરત જીલ્લા ભાજપ પ્રમુખ અને સુમુલ ડેરી ચોર્યાસી તાલુકાના ડિરેક્ટર સંદિપ દેસાઈ, ભરતસિંહ સોલંકી, જયેશ પટેલ(દેલાડ), ખરીદ વેચાણ સંઘના પ્રમુખ રમણ જાની ઉપસ્થિત રહ્યા હતાં. સુમુલ ડેરીની સાધારણ સભા પુરી થયા બાદ વિજેતા થયેલી દૂધ મંડળીઓને ટ્રોફી અને સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...