જલ્પેશ કાળેણા
કોઈક કારણસર 10 મહિના પૂર્વે એસિડ પીને આત્મહત્યા કરનાર 45 વર્ષના દર્દીના આંતરડાની સ્મીમેરના 5 ડોક્ટરોએ ક્રિટિકલ સારવાર કરી દર્દીને નવજીવન આપ્યું છે. ખાનગીમાં થતી 30 લાખની સર્જરી સ્મીમેરમાં માત્ર 30 હજારના ખર્ચે કરાઈ હતી. અન્નનળી સહિતના અંગો બળી ગયા હતાં અને કાર્ય કરવાનું બંધ કરી દીધું હતું. જેથી ડોક્ટરોની ટીમે અન્નનળી કાઢી, મોટા આંતરડાને અન્નનળી બનાવી વોઈસ બોક્સ સાથે જોડી હતી. બાદ નાના આંતરડાને હોજરી બનાવીને અન્નનળીમાં કાણું પાડી દર્દીનો જીવ બચાવ્યો હતો. 10 મહિના પછી મોઢાથી પાણી પીધુ હતું. સર્જરીમાં સ્મીમેરના સર્જીરી વિભાગના ડો.હરીશ ચૌહાણ, ડો.દક્ષેશ, ડો.મિલન, ડો.પાર્થ. જો.સાવન, ફિઝિશિયન ડોક્ટર દિપક અને એનેસ્થેસિયાની ટીમે મહેનત કરી હતી.
ફર્સ્ટ પર્સન
ડો.હરીશ ચૌહાણ,
સર્જરી વિભાગ સ્મીમેર
નાનુ આંતરડુ કાઢી મોટા આંતરડાને વોઈસ બોક્સ સાથે લગાવી જીવ બચાવ્યો
હાલ અમે જે પેશન્ટની સર્જરી કરી છે તેમનું નામ વિપુલ છે. તેમને 10 મહિના પહેલા એસિડ પીધા બાદ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. ત્યારે પ્રથમ તેમની પ્રાઈમરી સર્જરી કરી હતી અને 45 દિવસ સુધી હોસ્પિટલમાં એડમિટ રહેવું પડ્યુ હતું. થોડાં દિવસ તેમને રજા આપવામાં આવી હતી. 10 મહિના બાદ તેમની ફાઈનલી રિકન્સ્ટ્રક્ટિવ સર્જરી કરવામાં આવી હતી. જેમાં એન્ડોસ્કોપી, લેપ્રોસ્કોપી મલ્ટીપલ સર્જરી 16 કલાક સુધી કરવામાં આવી હતી.
ઓપરેશનમાં અન્નનળી કાઢી મોટા આંતરડાને અન્નનળી બનાવી ગળામાં વોઈસ બોક્સ સાથે જોડાણ કરી, પેટમાં નાના આંતરડાનું હોજરી પાઉચ બનાવી તથા અન્નનળીમાં કાણુ પાડી સર્જરી કરવામાં આવી હતી. આ ઓપરેશન બાદ આ દર્દીએ 10 મહિના પછી પછી મોઢાથી પાણી પીધુ, ત્યાર તેમના ચહેરા પર જે આનંદ હતો તે અવિસ્મરણીય હતો.’ હવે પ્રાઈમરી સર્જરીમાંથી દર્દી હેમખેમ બહાર આવે ત્યાર બાદ 9થી 12 મહિને પછી ફરી એક વખત એની રિકન્સ્ટ્રક્ટિવ સર્જરી કરવામાં આવે છે. જેમાં એન્ડોસ્કોપી, લેપ્રોસ્કોપી તથા ઓપન સર્જરી ત્રણ પ્રકારની સર્જરી કરી ઓપરેશન કરવામાં આવે છે.
આ ઘણી લાંબી અને ચેલેન્જિંગ સર્જરી હોય છે. સ્મીમેરમાં દર મહિને અંદાજે 20થી 25 કેસો એસિડ પોઈઝનિંગના આવે છે. એમાંથી 5થી 10 દર્દીઓ હોસ્પિટલ સુધી પહોંચે તે પહેલા જ દમ તોડી દેતા હોય છે. બચેલા દર્દીઓ ક્રિટિકલ અવસ્થામાં દાખલ થાય છે, દર્દીની પ્રાથમિક સર્જરી કરવામાં આવે છે, જે સર્જરી પણ ખુબ જટિલ પ્રક્રિયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.