મીઠાઈ શોપમાં બમણા ઓર્ડર:દિવાળીમાં 40 કરોડની 5 લાખ કિલો મીઠાઈ વેચાશે, 8000 કિલો મોહનથાળનો પ્રસાદ

સુરત25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરની 300થી વધુ મીઠાઈ શોપમાં ખરીદી, છેલ્લા 10 દિવસથી કારીગરોને સૂવા માટે 3 કલાકનો જ સમય મળે છે
  • અપેક્ષાથી બમણા ઓર્ડર મળતાં દિવસમાં 22 કલાક પ્રોડક્શન

શહેરમાં દિવાળીના 15 દિવસમાં 40 કરોડની 5 લાખ કિલો મીઠાઈનું વેચાણ થશે. 300 પૈકી ઘણીખરી મીઠાઈ શોપમાં ધાર્યા બમણા ઓર્ડર મળતાં 10 દિવસથી કારીગરો 18થી લઈને 20 કલાક કામ કરી રહ્યા છે. સૂવા માટે માત્ર 3 કલાક જ મળે છે. આ ઉપરાંત 20થી વધુ દેશોમાં 5 હજાર કિલો મીઠાઈ એક્સપોર્ટ કરાશે, જેમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા, યુ.કે, કેનેડા, ફિજી, સાઉથ આફ્રિકા, ન્યુઝિલેન્ડ, દુબઈ, ઓમાનનો સમાવેશ થાય છે.

ધાર્યા કરતાં દોઢથી બે ગણા ઓર્ડર: 24 કેરેટના રોહન મીઠાઈવાલા કહે છે, ‘અપેક્ષા કરતાં ઓર્ડરો દોઢથી બે ગણા વધી ગયા છે. એટલા માટે છેલ્લા 10 દિવસથી અમારી પાસે સમય પણ નથી. અમે અને અમારા કર્મચારીઓ છેલ્લા 10 દિવસથી 18થી લઈને 22 કલાક સુધી કામ કરી રહ્યા છીએ. માત્ર 3 કલાક જ સૂવાનો સમય મળે છે.

શહેરના અડાજણ વિસ્તારમાં આવેલા BAPS મંદિરમાં 700 હરિભક્તોએ દિવાળી તેમજ નૂતન વર્ષ નિમિત્તે બનાવેલા 8 હજાર કિલો મોહનથાળના પ્રસાદનાં 40,000થી વધુ બોક્સ તૈયાર કરવામાં આવ્યાં છે. આ તમામ પ્રસાદને નવા વર્ષમાં મંદિરની મુલાકાતે આવતા દર્શનાર્થીઓને આપવામાં આવશે.

દિવાળી માટે સુમુલે સ્પેશિયલ 10 ટન ઘારી બનાવી
દિવાળીમાં સુરતની ટ્રેડિશનલ મીઠાઓનો ટ્રેન્ડ તો છે જ સાથે સાથે ઘારીની પણ માંગ છે. ત્યારે સુમુલ ડેરીએ સ્પેશિયલ 10 ટન (10 હજાર કિલો) ઘારી બનાવી છે. જે અમદાવાદ, રાજકોટ, ભાવનગર અને વડોદરા સહિતનાં શહેરમાં ઘારી મોકલાય છે.

ઓનલાઈન ઓર્ડર બંધ કરવા પડ્યા
મુંબઈ, દિલ્હી, કલકત્તા, હેદ્રાબાદ, બેંગ્લોર સહિતના શહેરોમાંથી પણ ઓર્ડર આવે છે. લોકો મીઠાઈ વેબસાઈટ પરથી જ ઓર્ડર કરતાં હોય છે. જેમાં અપેક્ષા કરતાં વધારે ઓર્ડર આવી જતાં વેબસાઈટ પરથી ઓર્ડર લેવાના બંધ કરી દેવામાં આવ્યા હતાં.’

અન્ય સમાચારો પણ છે...