કોરોના:DPSમાં ધોરણ 1માં ભણતાં ભાઈ-બહેન અને રાંદેરના તબીબ સહિત 5ને કોરોના

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે વિદ્યાર્થી સિવાય અન્ય ત્રણેયે વેક્સિનના બંને ડોઝ લીધા હતા
  • ઘોડદોડ રોડના 31 વર્ષીય બ્રોકર અને અડાજણની 56 વર્ષીય ગૃહિણીને કોરોના

શુક્રવારે શહેરમાં કોરોનાના નવા પાંચ કેસ સામે આવ્યા હતા. એક જ પરિવારના બે બાળકો સહિત પાંચ લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. શુક્રવારે ડીપીએસ સ્કૂલમાં અભ્યાસ કરતા 6 વર્ષના ભાઈ- બહેનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ઉપરાંત રાંદેરમાં રહેતા 43 વર્ષના ડોક્ટરનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.ઘોડદોડ રોડ ખાતે રહેતા 31 વર્ષના બ્રોકર અને અડાજણમાં રહેતી 56 વર્ષીય ગૃહિણીનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.શુક્રવારે પોઝિટિવ આવેલા લોકો પૈકી કોઈની ટ્રાવેલ હિસ્ટ્રી નથી. 6 વર્ષના ભાઈ - બહેન સિવાયના ત્રણેય પોઝિટિવ વ્યક્તિના બંને ડોઝ પુરા થઇ ચુક્યા છે.

શુક્રવારે શહેરમાં 5 લોકો પોઝિટિવ આવ્યા હતા, જયારે જિલ્લામાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયો ન હતો. અત્યાર સુધીમાં શહેરમાં 111942 અને જિલ્લામાં 32225 લોકો પોઝિટિવ આવી ચુક્યા છે. શહેર અને જિલ્લો મળી કુલ 144167 લોકો પોઝિટિવ આવી ચુક્યા છે, જયારે 2117 લોકો કોરોનામાં પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. શુક્રવારે શહેરમાં 6 અને જિલ્લામાં 4 લોકો કોરોનાથી સાજા થયા હતા. હાલ શહેર જિલ્લામાં 47 એક્ટિવ કેસ છે.

અન્ય સમાચારો પણ છે...