તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પસંદગી:રાજ્યકક્ષાની સ્પર્ધા માટે સુરતના 5 બાળકોના પ્રોજેક્ટની પસંદગી થઈ

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક

બાળકોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિ ખીલે તે માટે વિજ્ઞાન પ્રત્યે અભિગમ કેળવાય તે માટે દર વર્ષે ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય દ્વારા બાળ વિજ્ઞાન કોંગ્રેસ કાર્યક્રમ યોજવામાં આવે છે. જે અંતર્ગત ચાલુ વર્ષે સાયન્સ ફોર સસ્ટેનેબલ લિવિંગ થીમ પર કાર્યક્રમ યોજાશે. જેમાં બાળકોએ કોઈ સમસ્યા પસંદ કરી તેના પર પ્રોજેક્ટ અથવા રિસર્ચ તૈયાર કરવાનું હોય છે.

જિલ્લા કક્ષાએ સુરતમાંથી 35 જેટલા પ્રોજેક્ટ રજિસ્ટર થયા હતા. જેમાંથી ટોપ-5 પ્રોજેક્ટની પસંદગી સ્પર્ધા યોજાઈ હતી. જેમાં ત્રીશા પટેલ, હીર જગીવાલા, રાધિકા રાજભોજ, સાન્વી પટેલ, અને ડામોર ધવલના પ્રોજેક્ટની પસંદગી કરાઈ છે. પસંદ થયેલા વિદ્યાર્થીઓના પ્રોજેક્ટ્સ ગુજકોસ્ટ દ્વારા યોજાનારી રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો