શહેરના લાલગેટ હાફીઝ પેલેસ સામે આદમની વાડી ગાર્ડન મીલની બાજુમાં ગ્રાઉન્ડમાંથી દારૂનો જથ્થો ઝડપાયો છે. પોલીસે દારૂના જથ્થા સાથે 5ને પકડી પાડ્યા છે. એટલું જ નહીં પણ દારૂનો જથ્થો મગાવનારને વોન્ટેડ અને મોકલનાર સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. DCB એ મહિન્દ્રા પિક અપ વાનમાં તાડપત્રી નીચે દારૂની હેરાફેરીનું ષડયંત્ર ઉઘાડું પાડ્યું છે.
અલગ અલગ બ્રાન્ડનો દારૂ ઝડપાયો
પોલીસે જણાવ્યું હતું કે, બાતમીને આધારે રેડ પાડતા એક શકમંદ મહિન્દ્રા પિકઅપ વાન મળી આવી હતી. જેમાં તાડપત્રી નીચે છુપાવેલો દારૂનો જથ્થો પકડાયો હતો. બિયર અને વ્હિસ્કીની 1740 બોટલો સાથે પોલીસે 5 લાખથી વધુનો મુદામાલ પકડી પાડ્યો હતો. પોલીસે વિદેશી દારૂમાં રોયલ ચેલેન્જ ફાઈનેસ્ટ પ્રીમીયમ વ્હિસ્કી 750 બાટલીઓ નંગ-156 રૂપિયા 87360 તથા ઇમ્પીરીયલ બ્લ્યુ વ્હીસ્કીની 180 મી.લી.ની બાટલીઓ નંગ- 1536 કુલ્લે રૂપિયા 1,53,600 તથા કિંગ ફીશર અલ્ટ્રા લેઝર બીયર 500 મી.લી ના ટીન નંગ- 48 રૂપિયા 4800 મળી વ્હિસ્કી તથા બીયર કુલ નંગ-1740 કુલ રૂપિયા 2,45,760 નો દારૂ જપ્ત કર્યો છે.
એકને વોન્ટેડ જાહેર કરાયો
દારૂનો જથ્થો લાવનાર (1) સલીમ મોહમદ સફી મોહમદ મન્સુરી (ઉ.વ.46) રહે.દેવલ ફળી ઈસ્લામપુરા નવાપુર,જીલ્લો, નંદુરબાર, મહારાષ્ટ્ર મુળવતન-અશાવતા ગામ,પટેલ ચોક,તા.જી.પ્રતાપગઢ રાજસ્થાન (2) સોહેલ અનવર શેખ (ઉ.વ 26 રહે- 8/965 પહેલા માળે અમીના મંજીલ અશરફી ગલી ગોપીપુરા મોમનાવાડ અઠવા સુરત (3) અતુલ ઉર્ફે બટકો માઘુભાઈ માતુલકર (ઉ.વ 27) રહે- 12/2366 અસારાવાળા હોસ્પીટલની સામેં સૈયદપુરા મેઈન રોડ સુરત શહેર, વોન્ટેડ માલ મંગાવનાર: (4) વસીમ ઉર્ફે ટક્કી જેનુ પુરુ નામ સરનામુ ખબર નથી. રહે. હોડી બંગલા,સુરત (5) માલ મોકલનાર:- જયેશ રહે- નવાપુર,જીલ્લો નંદુરબાર,મહારાષ્ટ્ર સામે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પકડાયેલ આરોપી સલીમ મોહમદ સફી મોહમદ મન્સુરીએ વોન્ટેડ જાહેર કરાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.