જુગાર:ગોલવાડમાં મંદિરના ઓટલા પર જુગાર રમતાં 5 ઝડપાયા

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગોલવાડમાં સીકોતેર માતાના મંદિરના ઓટલા પર મોડી રાત્રે જુગાર રમતા 5 ઝડપાયા હતા. પોલીસે કુલ 24,400 રૂપિયાનો જુગાર પણ જપ્ત કર્યો હતો.

મહિધરપુરા પોલીસને બાતમી મળી હતી કે ગોલવાડ ખાતે સીકોતેર માતાના મંદિરના ઓટલા પર કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે. મહિધરપુરા પીઆઇ. આર.કે. ધુલિયાએ રેડ પાડીને સીકોતેર માતાના મંદિરના ઓટલા પર બેસીને જુગાર રમી રહેલા આરોપીઓ પંકજ મનસુખલાલ રાણા(રહે. અમદાવાદી શેરી,નવાપુરા), પરીમલ જેન્તીભાઈ રાણા(રહે.પ્રેમગલી,ખાંડાકુવા, બેગમપુરા), શોએબ ઉમરખાન પઠાણ(રહે. એકતા એપાર્ટમેન્ટ, ઢબુવાલાની ગલી,સગરામપુરા, કિરણ ઉર્ફ ગોલી પ્રકાશ રાણા(રહે. ઇન્દરપુરા,રાણાવાડ, સલાબતપુરા) અને રાજેશ ચંપકલાલ રાણા(રહે. વચલી શેરી,નવાપુરા, ગોલવાડને ઝડપી પાડ્યા હતા. આરોપી પંકજ,પરિમલ અને કિરણરત્ન કલાકાર તરીકે કામ કરે છે. જ્યારે રાજેશ ચંપકલાલ રાણા જરીનો વ્યવસાય કરે છે અને શોએબ પઠાણ રિક્ષા ચલાવે છે.

અન્ય સમાચારો પણ છે...