આગામી દિવસમાં આવનારા દશામાં તહેવાર પૂર્વે વિસર્જન માટે પાલિકાએ કૃત્રિમ તળાવ બનાવવા આયોજન કર્યું છે. શહેરમાં 5 લોકેશન પર કૃત્રિમ તળાવ બનાવાશે. જેમાં સેન્ટ્રલ ઝોનમાં ડક્કા ઓવારા, રાંદેર ઝોનમાં રામજી મંદિર ઓવારા, કતારગામમાં લંકા વિજય ઓવારા, વરાછા-એ અને વરાછા-બી ઝોન વિસ્તારમાં સરથાણા વી.ટી. સર્કલ પાસે, અઠવા વિસ્તારમાં ડુમસ-કાંદી ફળિયા ખાતે કૃત્રિમ તળાવ બનાવવામાં આવશે.
કુત્રિમ તળાવ તૈયાર કરવાની માંગ કરવામાં આવી હતી. ભૂતકાળમાં દશામાના વિસર્જન માટે કોઇ વ્યવસ્થા ન હોવાથી ઓવારા તથા ખાડી કિનારે મૂર્તિઓ રઝળતી મુકી લોકો રવાના થઇ જતા હતા. જેથી ધાર્મિક લાગણી દુભાતી હતી. હવે વિસર્જન માટે વ્યવસ્થા કરાતાં મૂર્તિઓ રઝળતી જોવા મળશે નહિં. શહેરના 5 લોકેશન પર સૌથી વધારે મૂર્તિઓની સ્થાપના થતી હોવાથી અહીં કૃત્રિમ તળાવ બનાવવાનું આયોજન કરાયું છે. અન્ય વિસ્તારના લોકોને પણ નજીકના તળાવમાં મૂર્તિ વિસર્જન કરવી પડશે. દશામા બાદ જન્માષ્ટમી, ગણેશ વિસર્જનનો તહેવાર આવશે. જેમાં વિસર્જન માટે આ કૃત્રિમ તળાવો ઉપયોગી નિવડશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.