જમીન પર ગેરકાયદે કબજો કરી બાંધકામ કરી દબાણ કરતા તત્વોની સામે શહેર પોલીસે લેન્ડગ્રેબિંગના 4 ગુનાઓ દાખલ કર્યા છે. જેમાં કાપોદ્રા ફુલપાડાની જમીનમાં ઘૂસણખોરી કરતા જેઠા સાજન કસોટીયા (રહે,ઈન્દિરા નગર સોસા, કાપોદ્રા) સામે નિવૃત ગોવિંદભાઈ પટેલે લેન્ડગ્રેબિંગનો ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી કરી છે.
જુની સિવિલની પાછળ મહિલા સરોજબેનની મિલકત પચાવતા પોલીસે મોહંમદ બીલાલ કુરેશી(રહે,નાનપુરા) સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધ્યો છે. ત્રીજા બનાવમાં મોટા વરાછામાં અનિલ પટેલે ઉત્રાણ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે દિલીપ શંકર પટેલ(રહે,ખરી ફળિયું,મોટાવરાછા)ની સામે લેન્ડગ્રેબિંગનો ગુનો નોંધ્યો છે. ચોથા બનાવમાં છગન પટેલે સચીન જીઆઇડીસી પોલીસમાં ફરિયાદ આપતા અરવિંદ રવજી પટેલ, પરભુ ભાણા પટેલ, દર્શના અશોક પટેલ અને નીકીતા કિરીટ પટેલ સામે ઠગાઈનો ગુનો નોંધી ચારેયની ધરપકડ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.