તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:ઉધના- મગદલ્લાના પેટ્રોલપંપ પર યુવકની હત્યામાં 5 ઝડપાયા

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાણીની બોટલ ફ્રી માંગતા પેટ્રોલપંપના કર્મીઓએ માર્યો હતો
  • ફુટેજમાં 10 લોકો મારતા દેખાય છે, 5 આરોપી હજુ ફરાર

ઉધના મગદલ્લા રોડ સોશિયો સર્કલ પાસે સર્વોદય પેટ્રોલપંપના કર્મચારીઓએ પાણીની બોટલના ઝઘડામાં યુવકની હત્યા કરી હતી. આ ગુનામાં ખટોદરા પોલીસે 5 હત્યારાઓને પકડી પાડી લાજપોર જેલમાં ધકેલી દીધા છે. જયારે હજુ 5 હત્યારાઓ ફરાર છે. સીસીટીવી ફૂટેજમાં પેટ્રોલપંપના 10 કર્મીઓ મારતા દેખાય છે. જેમાંથી પોલીસે માત્ર પાંચને પકડયા છે.

ગુરુવારે રાત્રે સર્વોદય પેટ્રોલપંપ પર રવિન્દ્ર સાંગડીયા અને નિખિલ પ્રજાપતિ બાઇકમાં પેટ્રોલ ભરાવવા આવ્યા હતા. 500નું પેટ્રોલ ભરાવી રવિન્દ્રે ફ્રીમાં પાણીની બોટલ માંગી હતી. આથી કર્મચારીએ 1 હજારનું પેટ્રોલ ભરાવે તો એક પાણીની બોટલ ફ્રીમાં મળે એવું કહેતા રવિન્દ્રનો કર્મચારી જોડે ઝઘડો થયો હતો. જેમાં પેટ્રોલપંપ પર કામ કરતા 15માંથી માત્ર 4-5 કર્મીઓ છોડી બીજા કર્મચારીઓ રવિન્દ્ર પર તૂટી પડયા હતા. રવિન્દ્રને માથામાં તેમજ પેટમાં ઢીકમુક્કીનો માર મારતા હતા. જેના કારણે તેનું મોત થયું હતું. વધુમાં મૃતક રવિન્દ્ર અને નિખિલ પ્રજાપતિ બંનેએ દારૂનો નશો કરેલો હતો.

પોલીસે 22 વર્ષીય આરોપી દિપક ભુરીયા આનંદ પાટીલ(મહાદેવનગર નવાગામ,ડિંડોલી),19 ર્ષીય કૃણાલ ઉર્ફે દાદુ બાલુગીરી ગોસ્વામી (શીવમનગર,બમરોલી રોડ), 24 વર્ષીય નિલેશ સંજય બોરસે (રામેશ્વરનગર,પાંડેસરા),23 વર્ષીય રવિન્દ્ર અશોક બોરસે (શિવાજીનગર,લિંબાયત),19 વર્ષયી તુષાર યુવરાજ પાટીલ (બમરોલી)ને પકડી પાડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...