તૈયારીઓ શરૂ:સુરતની 16 બેઠક પર 4637 પોલિંગ સ્ટેશન,526 ક્રિટિકલ

સુરત6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સૌથી ઓછા ઉત્તર બેઠક પર 163

પહેલી ડિસેમ્બરે સુરતમાં મતદાન થવાનું છે.જેના માટે સુરત જિલ્લા ચૂંટણી અધિકારીએ પોલિંગ બુથ પર બધી તૈયારીઓ શરૂ કરી દીધી છે. એની સાથે ક્રિટિકલ પોલિંગ સ્ટેશનો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે.સુરતની 16 બેઠકો પર 4637 પોલિંગ સ્ટેશન છે.જેમાં 14 સહાયક મતદાન કેન્દ્રો છે.

જિલ્લા ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર 526 પોલિંગ સ્ટેશનને સંવેદનશીલ જાહેર કરાયા છે. આ તમામ સંવેદનશીલ પોલિંગ સ્ટેશનો પર મતદાન દરમિયાન વેબકાસ્ટિંગ કરવામાં આવશે. આ અંગે નોડલ ઓફિસર એસીપી શરદ સિંઘલે જણાવ્યું હતું કે, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે દરેક ક્રિટિકલ પોલિંગ સ્ટેશનની બિલ્ડિંગમાં કોપ્સ ઓફ મિલિટ્રી પોલીસ(સીપીએમએસ)તેનાત કરવામાં આવશે. આ સિવાય દરેક 2થી 3 લોકેશન પર એક ઝોનલ પોલીસ મોબાઇલથી દેખરેખ રાખશે. સુપરવાઇઝિંગ માટે દરેક પોલિંગ સ્ટેશન પર સીઆરપીએફના જવાનો તેનાત રહેશે. સૌથી વધુ પોલિંગ સ્ટેશન 526 ચોર્યાસી વિધાનસભા બેઠક પર છે જ્યારે સૌથી ઓછા 163 ઉત્તરબેઠક પર છે.

અન્ય સમાચારો પણ છે...