પરીક્ષા:પાલિકાની વિવિધ પોસ્ટની પરીક્ષામાં 4608 ગેરહાજર

સુરત14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ક્લાર્ક, ગુમાસ્તા ઇન્સ્પેક્ટર, લેબ ટેક્નિશ્યન વગેરે પરીક્ષાઓ માટે પ્રોવિઝનલ આન્સર-કી જાહેર કરાઈ

પાલિકાની ત્રીજી શ્રેણી ક્લાર્ક (ઓડીટ)ની ગુમાસ્તાધારા ઇન્સ્પેક્ટર અને લેબોરેટરી ટેકનીશ્યનની 21મીને રવિવારે 18 સેન્ટરો પર લેખિત પરીક્ષા યોજાઈ ગઈ હતી. તેમાં અધધધ 4608 ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા. મંગળવારે રિક્રુટમેન્ટ વિભાગે અપનાવેલી પદ્ધતિ પ્રમાણે પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરાઈ છે અને ક્વેરી મંગાવાઈ છે. તારીખ 29મી અંતિમ દિવસ છે તેથી જે વિદ્યાર્થીઓને કોઈ વાંધા કે ક્વેરી હોય તેઓએ સમયસર વાંધા અરજી આપવા પણ જણાવાયું છે. 2018-19ની જાહેરાતમાં ખાલી જગ્યા હાલ વધી હશે તે જગ્યા પણ ભરી શકાશે.

ક્યાં કેટલા ગેરહાજર?

  • થર્ડ ગ્રેડ ક્લાર્ક (ઓડીટ) માટે 32 જગ્યા માટે 10,641 ફોર્મ ભરાયા જેમાંથી 6709 ઉમેદવારો પરીક્ષામાં હાજર અને 3932 ગેરહાજર હતા.
  • શોપ એન્ડ એસ્ટાબ્લીસમેન્ટ ઇન્સ્પેક્ટરની 23 જગ્યા માટે 847 અરજી આવી હતી પરંતુ 647 ઉમેદવારો હાજર હતા અને 200 ગેરહાજર રહ્યા હતા.
  • લેબોરેટરી ટેક્નિશ્યનની 29 જગ્યા માટે જાહેરાત બહાર પડાઈ હતી તેમાં કુલ 1114એ અરજી કરી હતી તેમાંથી 638એ એક્ઝામ આપી હતી, 476 ગેરહાજર રહ્યા હતા. આમ, પરીક્ષામાં કુલ 4608 ઉમેદવારો ગેરહાજર રહ્યાં હતાં.
અન્ય સમાચારો પણ છે...