સુવિદ્યા:પાણી-ડ્રેનેજ સહિતના કામો માટે 460 કરોડ મંજૂર કરાયા

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેન્દ્ર સરકારની અમૃત 2.0 યોજના હેઠળ

કેન્દ્ર સરકારની અમૃત 2.0 યોજના હેઠળ સુરત મનપાના વિવિધ કામો માટે 460.31 કરોડ મંજૂર કરાયા છે. જેમાં પાણીની ટ્રાન્સમીશન લાઇ્નનું રૂા.251.60 કરોડનું કામ, ડ્રેનેજના સીવેજ નેટવર્ક રીહેબીલીટેશન, નવું ડ્રેનેજ નેટવર્ક નાંખવા તથા ટ્રીટેડ વોટરબોડી માટેની ડિસ્પોઝલ લાઇન સહિતના 202.48 કરોડ, વોટર બોડી રીજુવીનેશન તથા ગાર્ડનના 6.23 કરોડ મળી કુલ 460.31 કરોડના કામો મંજૂર કરવામાં આવ્યા છે.

મ્યુ.કમિશનરએ જણાવ્યું કે, અમૃત 2.0 અટલ મિશન ફોર રીજુવીનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરવામાં આવી છે. યોજનાનો હેતુ શહેરના છેવાડે સુધી પીવાનું પાણી, ડ્રેનેજ, ગાર્ડન જેવી પ્રાથમિક સુવિદ્યા પહોંચાડવાનો છે. યોજના હેઠળ પાણીની નવી લાઇનો નાંખવાનું કામ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અપગ્રેશનન, ડ્રેનેજ લાઇન નાંખવા, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા, નવા ગાર્ડન બનાવવા, લેક ડેવલપમેન્ટ વગેરે કામો કરાય છે.

અન્ય સમાચારો પણ છે...