કામગીરી:નવા ગાંધી સ્મૃતિ ઓડિટોરિયમના રૂપિયા 46 કરોડના કામને મંજૂરી, નવું ઓડિટોરિયમ હેરિટેજ થીમ પર બનાવાશે

સુરત16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 20 કરોડ સિવિલ વર્ક, 5.58 કરોડ ઇન્ટિરીયર, 5.79 કરોડ ઇલેક્ટ્રિક પાછળ ખર્ચાશે

પાલિકા સંચાલિત 41 વર્ષ જુના નાનપુરાના ગાંધી સ્મૃતિ ભવનને ઉતારી પડાયું છે. હવે હેરિટેજ થીમ પર નવું ઓડિટોરિયમ બનાવવા પાલિકાએ આયોજન કર્યું છે. જાહેર બાંધકામ સમિતિની બેઠકમાં 46નવું ગાંધી સ્મૃતિ ભવન બનાવવા માટે રૂા.46 કરોડના અંદાજ મંજૂર કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે, જુલાઇ 2019માં પ્રેક્ષકગૃહની છત પરથી પીઓપી તૂટી પડયા બાદથી ગાંધી સ્મૃતિ ભવન બંધ કરાયું હતું. હાલમાં તો ગાંધી સમૃતિ ભવન સાથે બાજુનું મલ્ટીલેવલ પાર્કિંગ તોડી નાંખવામાં આવ્યું હતું.

ગાંધીજીની સ્મૃતિ સાથે સંકળાયેલા આ ભવનને હેરીટેજ લુક ગ્રીહા રેટીંગ સાથે નિર્માણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. 46.24 કરોડના ખર્ચમાં 20.72 કરોડના ખર્ચ કરવામાં આવશે. 5.58 કરોડ ઇન્ટીરીયર પાછળ, 5.79 કરોડ ઇલેકટ્રીક વર્કસ, 1.65 કરોડ ફાયર ફાઇટીંગ સિસ્ટમ, ઓડિટોરિયમ સિસ્ટમ પાછળ 2કરોડ, સ્ટેજ લાઇટીંગ, કર્ટરન્સ પાછળ 1.48 કરોડનો ખર્ચનો અંદાજ મૂકાયો છે. જાહેર બાંધકામ સમિતિમાં કામ મંજૂર થતા આગામી દિવસમાં ટેન્ડર બહાર પાડવામાં આવશે. નોંધનીય છે કે, 1980માં ગાંધી સ્મૃતિ ભવનનું ખાતમૂર્હત જ્યારે 1986માં લોકાર્પણ થયું હતું.

દર વર્ષે અંદાજે 500 કાર્યક્રમો થતા હતા. જે પૈકી 300 નાટકના શો થતા હતા. સુરત, અમદાવાદ, મુંબઇના ખ્યાતનામ કલાકારો ગાંધી સ્મૃતિ ભવનમાં કાર્યક્રમો કરવા આવતા હતા. 41 વર્ષમાં સૌથી મોટું રિપેરીંગ વર્ષ 2011માં કરવામાં આવ્યું હતું. ત્યારબાદ દર ચોમાસામાં માત્ર સામાન્ય રિપેરીંગ થતા હતા. પરંતુ 12 જુલાઈ 2019ના રોજ ગાંધી સ્મૃતિ ભવનમાં કોઈ શો ન હતો ત્યારે પ્રેક્ષક ગેલેરીના પીઓપીનો પોપડો તુટી પડયો હતો. ત્યારબાદ આખરે ભવનને બંધ કરવા સાથે ઉતારી પાડવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...