તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના રસીકરણ:એક દિવસમાં 45,951ને રસી મુકાઈ, ત્રણ દિવસમાં 1.24 લાખનું રસીકરણ

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોટા ભાગના સેન્ટરો પર લાંબી લાઇનો લાગી
  • 33,885ને પ્રથમ,12,066ને બીજો ડોઝ

સોમવારથી શહેરમાં ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશનથી વોક ઇન વેક્સિનેશન શરૂ થતાંની સાથે છેલ્લા ત્રણ દિવસમાં 1.24 લાખ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. બુધવારે એક જ દિવસમાં રેકોર્ડબ્રેક 45951 હજાર લોકોને રસી અપાઇ છે. મોટા ભાગના સેન્ટરોમાં લાઇનો લાગી હતી.

બુધવારે 33885એ પ્રથમ અને 12066 લોકોએ બીજો ડોઝ લીધો હતો. સૌથી વધુ રસીકરણ વરાછા-એમાં 7244 લોકોએ રસી મુકાવી છે. જ્યારે સૌથી ઓછું વેક્સિનેશન સેન્ટ્ર્લ ઝોનમાં 4525નું થયું છે. સરથાણામાં 5598, રાંદેરમાં 6744, કતારગામમાં 6110, લિંબાયતમાં 4866, ઉધનામાં 5919 અને અઠવામાં 4925 લોકોએ રસી મુકાવી છે.

રસીકરણના મહાઅભિયાનના ત્રણ દિવસમાં અનુક્રમે 37,268, 40886, 45951 મળી કુલ 124105 લોકોને રસીના ડોઝ મુકવામાં આવ્યા છે. નોંધનીય છે કે, શહેરના 230 સેન્ટરો પર સ્પોટ રજિસ્ટ્રેશનથી વેક્સિન મુકવાની કામગીરી ચાલી રહી છે. જેમાં 2 સેન્ટર કોવેક્સિન માટેના અને 2 વિદેશ જતા વિદ્યાર્થીઓ માટેના છે. સ્પોટ રજિસ્ટ્રેશનથી વોક ઇન વેક્સિનેશનનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જેના કારણે શહેરમાં વિતેલા ત્રણ દિવસથી રોજેરોજ રસી મુકાવનારાઓની સંખ્યા વધતી જઇ રહી છે.

રસી અને ટ્રાફિક જાગૃતિ માટે વરાછા-ઉત્રાણમાં 150 સોસા. પ્રમુખોની મિટીંગ
સુરત : મોટા વરાછા, ઉત્રાણ વીઆઈપી સર્કલ વિસ્તારમાં દરરોજ થતી ટ્રાફિક સમસ્યાને દૂર કરવા તેમજ આવનારા દિવસોમાં લોકોમાં વેક્સિન લેવા જાગૃતિ વધે તે મુખ્ય વિષય સાથે વિસ્તારની 150થી વધારે સોસાયટીના પ્રમુખ અને આગેવાનોની એક બેઠક મંગળવાર રાત્રે તુલસી આર્કેડ ખાતે મળી હતી. જેમાં ટ્રાફિક વિભાગના અધિકારીઓ, પાલિકા પ્રતિનિધિ તેમજ અન્ય સામાજિક અગ્રણીઓ અને કોર્પોરેટર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

એસીપી અશોક સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, મોટા વરાછામાં સિમેન્ટ રોડ બનાવવાનું કામ ચાલી રહ્યું હોવાથી ટ્રાફિક સમસ્યા વધુ વિકટ બનતી જોવા મળી રહી છે. હંગામી ધોરણે સેવાભાવી યુવાનોની મદદ લઇ ટ્રાફિક કંટ્રોલ કરવા પ્રયાસ કરાશે. બાઈકમાં એર હોર્ન ફીટ કરાવીને એર પ્રદૂષણ ફેલાવતાં તત્વો સામે કાર્યવાહી કરાશે. આ સાથે સામાજિક સંસ્થાઓને સાથે લઈને વેક્સિનની કામગીરી કરાશે.

અન્ય સમાચારો પણ છે...