નશાનું નેટવર્ક:સુરતના ખટોદરામાં ઈન્કના ખાતામાંથી 4.58 લાખનો દારૂ ઝડપાયો,1936 બોટલ સાથે બેને પકડી લેવાયા

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ખટોદરા પોલીસે દારૂનો જથ્થો ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.(ફાઈલ તસવીર) - Divya Bhaskar
ખટોદરા પોલીસે દારૂનો જથ્થો ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.(ફાઈલ તસવીર)
  • આરોપીઓએ દારૂની ડિલિવરી કરવા જથ્થો એકત્રિત કર્યો હતો

સુરતના ખટોદરામાં ગાંધીકુટીર પાસે અંબીકા ઇન્ક ખાતા નંબર 271-272 માં સંદીપ બુટ્ટા કર્ટીંગ વર્કના પહેલા માળેથી પોલીસે રૂપિયા 4.58 લાખની વિદેશી દારૂની 1936 બોટલ સાથે બેને ઝડપી પાડ્યા હતા. દારૂના જથ્થા સાથે ઝડપાયેલા બન્ને રાજસ્થાની હોવાનું પોલીસે જણાવ્યું હતું.

4.83 લાખનો મુદ્દામાલ જપ્ત
ખટોદરા પોલીસે જણાવ્યું હતું કે, બાતમીના આધારે રેડ પાડવામાં આવી હતી. એક ખાતામાં અસંખ્ય દારૂની બોટલો હોવાની માહિતી મળ્યા બાદ તાત્કાલિક ટીમ વર્ક બનાવી રેડ કરતા 1936 બોટલ જડપાય હતી. પોલીસે 4.58 લાખનો દારૂ, બે મોબાઈલ અને રોકડ રૂપિયા 13 હજાર મળી કુલલે રૂપિયા 4,83,780 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

આરોપીઓના રાજસ્થાનના રહેવાસી
પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, ઝડપાયેલા બન્ને આરોપીઓએ દારૂની ડિલિવરી કરવા માલ એકત્રિત કર્યો હોવાનું હાલ પ્રાથમિક જાણવા મળ્યું છે. પોલીસે સંદીપ હવાઇ સિંહ સિંહાગ ઉ.વ. 38 ધંધો- રોલપાલીસ રહે, ઘર નં. એ-4 બી.કે. પાર્ક સોસાયટી ભટાર ચાર રસ્તા પાસે ખટોદરા સુરત શહેર મુળ વતન નાંદકાબાસ ગામ જી. ઝુનઝુનુગામ રાજસ્થાન અને તેજપાલ ભીમારામ કડવાસરા ઉ.વ. 42 ધંધો- વેપાર રહે, ઘર નં. 226 સાંઇ મોહન ભેસ્તાન આવાસ ડીંડોલી સુરત શહેર મુળ વતન કડવારીગામ તા. રતનગઢ જી. રાજસ્થાન સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.