ફરિયાદ:નાણાકીય સંસ્થાઓમાં ડૂબેલા રોકાણ મુદ્દે 2 સપ્તાહમાં 4573 દાવા કરાયા

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભોગ બનનારા દાવો કરી શકે તે માટે સિટીપ્રાંતમાં એક મહિના સુધી વિન્ડો શરૂ
  • ક્રિપ્ટો કરન્સી સહિત પોન્ઝી સ્કીમમાં નાણાં ગુમાવ્યા હોય તેવી ફરિયાદો મળી

નાણાંકીય સંસ્થાઓમાં ભોગ બનેલા નાગરિકો માટે પોતાનો દાવો રજૂ કરી શકે તે માટે સીટીપ્રાંત દ્વારા દાવાઅરજીઓ સ્વિકારવાનો પ્રારંભ 18 ઓગસ્ટથી કરવામાં આવી હતી. જેમાં અત્યાર સુધીમાં 4573 લોકો દ્વારા દાવા અરજી કરવામાં આવી હતી. આ દાવા અરજીઓ 17 સપ્ટેમ્બર સુધી કતારગામ પોલીસ સ્ટેશનમાં સ્વિકારવામાં આવશે.

નાણાકિય સંસ્થાઓ દ્વારા લોકોને વિવિધ પ્રકારની લાલચો આપીને તેમની સાથે ચિટિંગ કરવામાં આવતી હોય છે. ક્રિપ્ટોકરન્સીનું ચલણ વધ્યું જેના કારણે વિવિધ કંપનીઓ મેદાનમાં આવી હતી અને લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. ગુજરાત પ્રોટેક્શન ઓફ ઇંટરેસ્ટ ઓફ ડીપોઝીટર્સ (ઇન ફાયનાનસીયલ એસ્ટાબ્લિશમેંટ) એક્ટ-૨૦૦૩ હેઠળ નોંધાયેલ ગુન્હાઓમાં સરકારનાં ગૃહવિભાગ દ્વારા આરોપીઓની મિલકતો ટાંચમાં લઈને કોમ્પીટન્ટ ઓથોરીટી તરિકે સબડિવીઝનલ મેજીસ્ટ્રેટ, સીટીપ્રાંત, સુરતની નિમણુંક કરવામાં આવી છે.

જે કેસોમાં અલગ-અલગ નાણાકીય સંસ્થા તથા તેના સાથે સંકળાયેલા ઇસમો દ્વારા લોભામણી અને લલચામણી સ્કીમો બહાર પાડી અનેક રોકાણકારો પાસેથી રોકાણ કરાવામાં આવે છે. જેની યાદી પણ સિટી પ્રાંત દ્વારા બહાર પાડવામાં આવી હતી. ભોગ બનેલા લોકો પોતાનો દાવો રજૂ કરે તે માટે કતારગામ પોલીસ સ્ટેશનમાં 17 સપ્ટેમ્બર સુધી દાવા અરજીઓ સ્વિકારવામાં આવશે. 18 સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં 4573 લોકો દ્વારા દાવા અરજીઓ સ્વિકારવામાં આવી છે.

કેટલી નાણાંકીય સંસ્થાઓ સામે કેટલી અરજી મળી?

નાણાંકિય સંસ્થા

દાવા અરજી

મે.મૈત્રેય પ્લોટર્સ એન્ડ સ્ટ્રક્ચર પ્રા.લિ.
મે.મૈત્રેય સર્વિસ પ્રાઈવેટ લિ. મે.મૈત્રેય સુવર્ણ સિદ્ધી પ્રા.લી,
મે.મૈત્રેય રીયલ્ટર એન્ડ સ્ટરક્ચર પ્રા.લી

18
સમૃદ્ધ જીવન મલ્ટી પર્પઝ કો.ઓપરેટીવ સોસાયટી12
માનવ ડીજીટલ માર્કેટીંગ (૨)બીટ કનેક્ટ1

એસજેએસવી લેન્ડ ડેવલપર્સ ઈન્ડિયા લી. (૨)
શ્રીરામ સમર્થ મલ્ટીસ્ટેટ ક્રેડીટ કો. ઓપરેટીવ

337
ફિનોમીનલ હેલ્થ કેર સર્વિસ પ્રા.લી.4201
એનસીઆર કોઈન4

કતારગામ પોલીસ 17મી સુધી દાવા અરજી સ્વિકારશે
દેશભરની જુદી જુદી નાણાંકીય સંસ્થાઓમાં પોતાના નાણાં ડૂબી ગયા હોય તેવા રોકાણકારો પોતાનો દાવો રજૂ કરી શકે તે માટે સિટીપ્રાંતે ગત 18 ઓગસ્ટથી વિશેષ સુવિધા શરૂ કરી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, શહેરના કતારગામ પોલીસ સ્ટેશનમાં આ પ્રકારની દાવા અરજી હજુ 17 સપ્ટેમ્બર સુધી સ્વિકારવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...