કોર્ટનો હુકમ:ભરણપોષણથી બચવા સંન્યાસી બનેલા પતિને 4.5 વર્ષ કેદની સજા

સુરત11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 21 વર્ષના લગ્નજીવન બાદ પત્નીએ ભરણપોષણનો કેસ કર્યો
  • લગ્ન બાદ ઝઘડા થતા પરિણીતા પુત્ર સાથે પિયર જતી રહી હતી

ભરણપોષણ ચૂકવવું ન પડે એ માટે સન્યાસ લેવાનો ઢોંગ કરનારા આરોપી પતિને કોર્ટે 1750 દિવસની સજાનો હુકમ કર્યો હતો. પત્નીએ જ્યારે કોર્ટ કેસ કર્યા બાદ પતિને ભરણપોષણની રકમ ચૂકવી આપવા માટે કેસ કર્યો તો તેણે એમ કહીને ચુકવણી કરવાથી ઇન્કાર કરી દીધો હતો કે હું સન્યાસી થયો છું.

હવે કેવું ભરણપોષણ. જો કે, પોલીસ આરોપી પતિને કોર્ટમાં લઇ આવી હતી અને તેને બે કેસમાં 4.5 વર્ષ સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો. પત્ની તરફે એડવોકેટ પ્રીતિ જોષીએ દલીલો કરી હતી. કતારગામ રહેતા રમેશ અને અનીતા (નામ બદલ્યુ છે)ના લગ્ન વર્ષ 2001માં થયા હતા. લગ્ન બાદ દંપતીને પુત્ર અવતર્યો હતો. પરંતુ થોડા મહિનામાં જ ઝઘડા થતા પરિણીતા પુત્ર સાથે પિયર જતી રહી હતી.

ચુકવણીની ચડત રકમ રૂપિયા 3.50 થઈ ગઈ
ભરણપોષણની અરજીમાં અરજદાર તરફે દલીલ કરવામાં આવી હતી કે વર્ષ 2013થી ચૂકવણી થઈ નથી. ચડત રકમ રૂપિયા 3.50 થઈ ગઇ છે. કોર્ટે પણ પોતાના ચુકાદમાં આ રકમ ચૂકવી આપવા જણાવ્યું હતું અને રકમ ચુકવે એટલે જેલમાંથી છોડવાનો જેલરને પણ આદેશ કરી દેવાયો હતો.

પતિએ કહ્યું, મારી પાસે કોઈ મિલકત નથી
પતિએ જણાવ્યું હતું કે, તેણે સન્યાસ લઈ લીધો છે અને તેની પાસે કોઈ મિલકત પણ નથી. ઉપરાંત ભવિષ્યમાં પણ કોઈ રકમ ચૂકવી શકે એમ નથી.

અન્ય સમાચારો પણ છે...