તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિચારણા:કોમર્સના 54 હજાર વિદ્યાર્થી સામે 45 હજાર બેઠકો, કટઓફ વધશે

સુરત20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સાયન્સ 17 હજાર વિદ્યાર્થીઓને એન્ટ્રન્સ માટે સમય મળતા ફાયદો
  • તજજ્ઞોનો મત, ઓનલાઇન એમસીક્યુ કે પછી ઓપન બુક એક્ઝામ લેવી જોઇતી હતી, ભલે મોડી પણ પરીક્ષા વિદ્યાર્થીઓના હીતમાં છે

ધો.12ની પરીક્ષા રદ થતાં શહેરના 76 હજાર વિદ્યાર્થીઓને અસર થઇ છે. ધો.12 સાયન્સના 20 હજાર વિદ્યાર્થીઓને મેડિકલ, ઇજનેરીમાં પ્રવેશ માટેની નીટ, જેઇઇ અને ગુજકેટની તૈયારી માટે સમય મળ્યો છે. પરંતુ ધો.12 કોમર્સમાં 45 હજાર બેઠકોની સામે 54 હજાર વિદ્યાર્થીઓ હોવાથી બીકોમ, બીબીએ, બીસીએ સહિતની કોલેજોમાં 5 % સુધી કટઓફ વધશે.

કેન્દ્ર અને રાજ્ય શિક્ષણ બોર્ડે ધો.12ની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેતા સાયન્સના વિદ્યાર્થીઓમાં ખુશી જ્યારે કોમર્સના વિદ્યાર્થીઓમાં નારાજગીનો માહોલ જોવા મળ્યો હતો. તજજ્ઞોએ જણાવ્યું હતું કે, ‘સુરત સહિત ગુજરાતમાં કોરોનાના કેસો ઘટી રહ્યા છે. જેથી પરીક્ષા થોડા સમય પછી લેવી જોઇતી હતી અથવા તો ઓનલાઇન એમસીક્યૂ કે પછી ઓપન બુક એક્ઝામ લેવી જોઇતી હતી. પરીક્ષા નહીં લેવાય અને સ્કૂલના ઇન્ટર્નલ માર્ક્સને આધારે માર્કશીટ બનશે તો રિઝલ્ટ ઊંચુ આવે તેવી સંભાવના છે.

જેથી આ વખતે યુનિવર્સિટીઓ અને કોલેજો ધો.10ની બોર્ડ અને ધો.11ની સ્કૂલની ફાઇનલ પરીક્ષાની સાથે ધો. 12ની સ્કૂલની પહેલી અને બીજી પરીક્ષાના માર્ક્સને ધ્યાને રાખીને પ્રવેશ આપવાની તૈયારી કરી રહી છે. આમ, આવી સ્થિતિને પગલે કોલેજોએ ના છૂટકે ત્રણથી પાંચ ટકા સુધી કટ ઓફ વધારવાની ફરજ પડે તેવું ચિત્ર ભવિષ્યમાં જોવા મળી શકે.

યુનિવર્સિટી-GTUમાં પ્રવેશ માટે આ વિચારણા
પ્રાથમિક પ્લાન મુજબ ધો.10, ધો.11 અને ધો.12ની સ્કૂલના ઇન્ટરનલ માર્ક્સ આધાર પર પ્રવેશ અપાશે
નર્મદ યુનિવર્સિટીના કોમર્સ ફેકલ્ટીના ડીન ડો. વિજય જોષીએ જણાવ્યું હતું કે,‘ કોલેજોમાં એડમિશન માટે ધો. 10 અને ધો. 11ની પરીક્ષાના માર્ક અને ધો. 12ની સ્કૂલના ઇન્ટરર્નલ માર્ક્સના આધાર એડમિશન અપાય તેવો પ્રાથમિક પ્લાન તૈયાર કર્યો છે. પરંતુ સરકારની ગાઇડલાઇન મુજબ અમે એડમિશન આપીશું.’

ગુજકેટ કે જેઇઇ બન્નેમાંથી જેનો સ્કોર વધારે હશે તેના આધારે પ્રવેશ આપવા પ્લાન તૈયાર કરીશું
જીટીયુની ફેકલ્ટીના ડીન સંજય ચૌહાણે જણાવ્યું હતું કે પ્રાથમિક તૈયારીના ભાગરૂપેે ધો.10 અને 11ની માર્કશીટ તથા ગુજકેટ અથવા જેઇઇ બન્નેમાંથી જેના સ્કોર વધારે હોય તેને ધ્યાને રાખી પ્રવેશ અપાય તેવો પ્લાન તૈયાર કર્યો છે.

CBSEની જેમ પૂરક પરીક્ષાનો ઓપ્શન આપો
ધો.12ની પરીક્ષા પણ સારા માર્કસ આવવાની આશા હતી. પરીક્ષા રદ થતાં મહેનત પર પાણી ફેરવાય ગયું છે. પરીક્ષા રદ થતા હવે કોલેજો એન્ટ્રસ્ટ ટેસ્ટથી લઇને કટઓફ ઉંચા કરવા સુધીની કાર્યવાહી કરશે. જેથી મારી માંગ છે કે સીબીએસઇની જેમ જ પૂરક પરીક્ષાનો ઓપ્શન આપો. > નીધી ટોપીવાલા, ધો. 12 કોમર્સ, વિદ્યાર્થી

અન્ય સમાચારો પણ છે...