ઠગાઈ:OLXમાં આર્મીના નામે જમાદાર સાથે 45 હજારની ઠગાઈ

સુરત24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • અઠવા પોલીસ હેડ કવાર્ટરમાં ફરજ બજાવતા જમાદારે મકાન ભાડે આપવા જાહેરાત મુકી હતી

અઠવા પોલીસ હેડ કવાર્ટરમાં ફરજ બજાવતા જમાદારે OLX પર મકાન ભાડે આપવા જતા ગઠિયાએ આર્મી બની 45 હજારની રકમ પડાવી હતી. મહિધરપુરાના રામપુરા પોલીસ લાઇનમાં રહેતા 58 વર્ષીય ASI વિકાસ દામુભાઈ નાવીકરે OLX પર પરવટ પાટિયા ખાતેનું મકાન ભાડે આપવા પોસ્ટર એડ મુકી હતી. જેથી 11મી જાન્યુઆરીએ દીપક પવાર નામના વ્યકિતનો કોલ આવ્યો હતો.

હું સેનામાં નોકરી કરૂ છું, હાલમાં હું ગુવાહાટી છું, મારી સુરત ટ્રાન્સફર થયું છે આમ કહેતા પોલીસકર્મીએ પેટીએમથી 15 હજાર અને 30 હજાર ટ્રાન્સફર કરી દીધા હતા. પછી ટ્રાન્જેકશન બ્લોક થયું છે એવુ ગઠીયાએ કહ્યું હતું. આથી શંકા ગઈ હતી. જેથી મહિધરપુરા પોલીસમાં ફરિયાદ કરી છે. જેના આધારે પોલીસે દીપક પવાર અને ઓમપ્રકાશ સામે ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...