મેટ્રો રેલ પ્રોજેક્ટના લાઇન-1 હેઠળ 11 કિમીના એલિવેટેડ રૂટના કામમાં પ્રાણ ફૂંકવા વિનર સદ્ભાવ સિંગલા કંપનીએ સબ કોન્ટ્રાક્ટર પટેલ ઇન્ફ્રાને 45 ટકા જવાબદારી સોંપવાનો નિર્ણય લીધો છે. જેથી ખજોદ ડ્રિમ સિટીથી અલથાણ સોહમ સર્કલ સુધીનું કામ સદ્ભાવ જ્યારે સોહમ સર્કલથી કાદરશાહ નાળ સુધીનું કાર્ય પટેલ ઇન્ફ્રા કરશે. GMRCએ પણ જોઇન્ટ કંપની થકી શરૂ થયેલાં કામથી લાઇન-1નું સ્ટ્રક્ચર નજીકના સમયમાં લોકોપયોગી બનવાની આશા વ્યક્ત કરી છે.
2024નો લક્ષ્યાંક મુશ્કેલ, કામ 10 મહિના મોડુ થશે
મેટ્રોમાં શરૂના તબક્કા પછી 11 કિમીના રુટ પર બ્રેક લાગી હતી. 2024માં કામ પૂર્ણ થવાનો લક્ષ્યાંક મુશ્કેલ છે. 778 કરોડના ખર્ચ સાથેનું કામ હવે બે તબક્કામાં વહેંચાઇ ગયું છે. જેમાં પટેલ ઇન્ફ્રા સબ કોન્ટ્રાક્ટર તરીકે કામ કરશે. પટેલ ઇન્ફ્રાને અમદાવાદ-વડોદરા એક્સ્પ્રેસ હાઇવેના નિર્માણનો અનુભવ છે.નવી કંપનીના પગલે વ્યૂહરચનામાં કામગીરી 10 માસ મોડી પડશે.
કેટલીક અડચણોના લીધે સબ કોન્ટ્રાક્ટ નિમવો પડ્યો
કેટલીક આર્થિક અડચણોને કારણે અને ઝડપી કામ માટે સાડા પાંચ કિમીનું કામ પટેલ ઇન્ફ્રાને સોંપાયું છે. > રાકેશ શાહી, ડિરેક્ટર, સદ્ભાવ એન્જિનિયરિંગ
બે કંપનીઓની સહિયારી કામગીરીથી કામ ઝડપી થશે
એલિવેટેડ રૂટમાં કાર્યની ઝડપ વધારવા બે કંપનીના જોઇન્ટ સહકારને પગલે સુરત મેટ્રોનું કામ ખુબ ઝડપથી પૂર્ણ થશે. > સત્યપ્રકાશ ઝા, જીએમ, જીએમઆરસી
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.