તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બિઝનેસ:પેમેન્ટ માટે મર્કેન્ટાઇલની લોક અદાલતમાં 44 કેસ ઉકેલાયા

સુરત4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આર્થિક નબળા વેપારીઓને 3 માસનો સમય

સુરત મર્કેન્ટાઇલ એસોસિએશને વેપારીઓ સાથે થતી છેતરપિંડી અટકાવવા માટે અર્જુન મોબાઈલ એપ તૈયારી કરી એમાં નોંધાયેલી ફરિયાદોના ઉકેલ માટે વેસુના મનભરી ફાર્મ ખાતે લોક અદાલતનું આયોજન કર્યું હતું. 87 વેપારીઓની ફરિયાદો સામે 44 કેસોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું તેમજ કેટલાંક વેપારીઓને 3 માસનો સમય અપાયો હતો. કેટલાંક સામે કાયદાકીય પગલાં લેવાના નિર્ણય કરાયા હતા.

ટેક્સટાઈલ માર્કેટમાં સામાન્ય રીતે પેમેન્ટ સાઈકલ 30 થી 60 દિવસની રહેતી હતી. લોકડાઉનના કારણે તે પેમેન્ટ સાઈકલ લંબાઈને 180 દિવસ સુધી પહોંચી છે. લોકડાઉનના કારણે ઘણાં વેપારીઓ આર્થિક રીતે નબળાં થયા છે. જોકે, ઘણાં વેપારીઓ જાણી જોઈને પેમેન્ટ ચુકવતા નથી. પેમેન્ટને મુદ્દે કાપડ વેપારીઓની સમસ્યા નડી રહી છે.

આ અંગે એસએમએના પ્રમુખ નરેન્દ્ર સાબુ જણાવે છે કે, રવિવારે માલ આપનારા અને ખરીદનારા બન્ને પક્ષોની રજૂઆત સાંભળી ફરિયાદોનો નિકાલ કરાયો હતો.જે વેપારીઓએ નાણા આપવા સહમતિ દર્શાવી હતી તેમને લેણદાર વેપારીને પોસ્ટ ડેટેડ ચેક આપી દેવા જણાવાયું હતુ. આર્થિક સ્થિતિ ખરાબ હોવાને લીધે કેટલાક વેપારીઓને 3 માસનો સમય અપાયો હતો. પેમેન્ટ આપવાની ન પાડનાર 10 ટકા વેપારીઓ સામે લીગલ એક્શન પણ લેવાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો