ક્રાઇમ:પુણાના વેપારીને ક્રિપ્ટો ટ્રાન્સફરના નામે 2 ગઠિયાએ 43.52 લાખનો ચૂનો ચોપડ્યો

સુરત14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
  • આંગડિયામાં કામ કરતાં કાકા સસરાના નામે ઓળખ આપી ઠગાઈ
  • ફાસ્ટફૂડના વેપારીએ જય ડોડિયા અને રાહુલ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવી

આંગડિયા પેઢીમાં કામ કરતા કાકા સસરા સાથે ઓળખાણ હોવાની વાત કરી બે ગઠીયાઓએ ફાસ્ટફુટના વેપારી પાસેથી યુએસડીટી ટ્રાન્સફર કરાવી 43.52 લાખની રકમ ઓહ્યા કરી ગયા છે. વેપારીએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ આપતા પોલીસે જય ડોડિયા અને રાહુલ ચૌહાણ સામે ચીટીંગ અને આઈટી એકટ હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે આંગડિયા પેઢીમાં લાગેલા સીસીટીવી ફુટેજ આધારે ગુનેગારોનું પગેરૂ શોધવા કવાયત શરૂ કરી છે.

પુણાગામ સરદાર કોમ્પલેક્ષમાં રહેતા ધવલભાઈ જ્યસુખ વીકાણી ફાસ્ટફુડની સાથે શેરબજાર અને કરન્સી માર્કેટનો વેપાર કરે છે. ધવલ વીકાણીના કાકા સસરા અડાજણની આંગડિયા પેઢીમાં નોકરી કરે છે. જ્યાં જય નામનો શખ્સ આંગડિયા માટે આવતો હોવાથી ઓળખાણ થઈ હતી. જયે વેપારીના કાકા સસરાને યુએસડીટી(યુએસ ડોલર ટ્રેડીંગ) ટ્રાન્સફર કરાવવાની વાત કરી હતી. આથી કાકા સસરાએ જયને ધવલ વીકાણીનો નંબર આપી દીધો હતો. પછી 20મી ફેબુઆરીએ વેપારીને કોલ કરી ગઠીયાએ પોતાની ઓળખ જય ડોડિયા તરીકે આપી હતી.

ધવલ વીકાણીએ પહેલા તો યુએસડીટી ટ્રાન્સફર કરવાની ના પાડી અને રૂબરૂ આવવા માટે જણાવ્યું હતું. જો કે ગઠીયાએ આંગડિયા પેઢીમાં કામ કરતા કાકા સસરા પહેલા પાનનો ગલ્લો ચલાવતા હતા હું સારી રીતે ઓળખું છું એમ કહી વેપારી સાથે કાકા સસરાની વાત કરાવી હતી. આથી વેપારીએ તેના પર વિશ્વાસ કરી લીધો હતો. યુએસડીટી ટ્રાન્સફર કરતાં રૂપિયા રાંદેર ખાતે મળી જવાનું ગઠિયાએ જણાવતા વેપારીએ 50 હજાર યુએસડીટી ટ્રાન્સફર કરી દીધા હતા. જો કે બાદમાં લાખોની રકમ ન આપી બન્ને ગઠીયાઓ ફરાર થતા આખરે વેપારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

વેપારીને રૂપિયા માટે ગોળ ગોળ ફેરવ્યો
43.52 લાખ લેવા માટે વેપારી રાંદેર સોના હોટેલ પાસે ગયો ત્યારે ગઠીયા મહિધરપુરા ભવાની વડ પાસે બોલાવ્યો, આથી વેપારીએ ત્યાં પહોંચી તેને ફોન કર્યો તો તેણે કાકા સસરાની આંગડિયા પેઢી પર હોવાનું જણાવી થોડા કલાકો પછી ગઠીયાએ મોબાઇલ બંધ કરી દીધો હતો. આથી ધવલ વીકાણીએ તેના કાકા સસરાનો કોન્ટેક્ટ કર્યો હતો. કાકા સસરાએ કોલ કરતા સામેથી જયનો મિત્ર રાહુલ ચૌહાણ હોવાનું જણાવ્યું અને યુએસડીટી માટે પોતે જવાબદાર હોવાનું જણાવી સુરત આવી રૂપિયા આપી જવાનું કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...